સારા સમાચાર / આમિર ખાનના માતા ઝીનતનો કોરોના રિપોર્ટ નેગેટિવ આપ્યો, આમિરે લોકોનો દુઆ કરવા બદલ આભાર માન્યો

X

દિવ્ય ભાસ્કર

Jul 01, 2020, 06:50 PM IST

આમિર ખાનની માતા ઝીનત હુસૈનનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. આ પહેલાં પરિવારના અન્ય સભ્યોનો પણ કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. આ માહિતી આમિરે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને શેર કરી હતી. મંગળવારે આમિરે સોશિયલ મીડિયા પર તેના હાઉસસ્ટાફના સભ્ય કોરોના પોઝિટિવ આવ્યાની વાત શેર કરી હતી.

ફેન્સનો આભાર માન્યો 
આમિરે ટ્વીટ કરીને લખ્યું કે, મને સૌથી મોટી રાહત એ વાતની છે કે અમ્મીનો કોરોના રિપોર્ટ નેગેટિવ આપ્યો છે. તમારા બધાની દુઆ અને પ્રાર્થના માટે ખૂબ આભાર. આ પહેલાં આમિરની પોસ્ટ અનુસાર તેના ઘરના 1થી વધુ સ્ટાફ કોરોના પોઝિટિવ આવ્યા હતા, ત્યારબાદ બધા ક્વોરન્ટીનમાં હતા અને તેમનો ટેસ્ટ નેગેટિવ આવ્યો હતો. ત્યારે માતા ઝીનતનો ટેસ્ટ થવાનો બાકી હતો.

15 જુલાઈથી શૂટિંગ શરૂ થવાનું હતું 
લોકડાઉન પહેલાં આમિર હોલિવૂડ ફિલ્મ ફોરેસ્ટ ગમ્પની રિમેક લાલ સિંહ ચઢ્ઢાનું શૂટિંગ કરી રહ્યો હતો. અનલોક બાદ શૂટિંગ 15 જુલાઈથી ફરી શરૂ થવાનું હતું પણ હાલ આમિર હોમ ક્વોરન્ટીનમાં છે. આવામાં 15 જુલાઈથી શરૂ થનાર શૂટિંગને આગળ વધારી દેવામાં આવ્યું છે. આમિરની સાથે આ ફિલ્મમાં કરીના કપૂર અને મોના સિંહ પણ સામેલ છે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી