ટીઝર / આમિર ખાને અપકમિંગ ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા’ના ટીઝર વીડિયો સાથે લોગો લોન્ચ કર્યો

Aamir Khan launches teaser and low on the upcoming film 'Lal Singh Chadha'

Divyabhaskar.com

Nov 06, 2019, 12:26 PM IST

મુંબઈઃ આમિર ખાને પોતાની આગામી ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા’નું શૂટિંગ શરૂ કરી દીધું છે. આ ફિલ્મ 1994મા આવેલી હોલિવૂડ ફિલ્મ ‘ફોરેસ્ટ ગમ્પ’ની ઓફિશિયલ હિંદી રીમેક છે. આમિર ખાન તથા કરિના કપૂર આ ફિલ્મમાં લીડ રોલમાં જોવા મળશે. મુહૂર્ત શોટ આમિરની માતા ઝિન્નત હુસૈને આપ્યો હતો. હવે, આમિર ખાને ફિલ્મનું ટીઝર તથા લોગો સોશિયલ મીડિયામાં શૅર કર્યો છે.

શું છે ટીઝરમાં?
ટીઝરમાં એક વ્હાઈટ પીછું વાદળી આકાશમાં લખે છે, ‘આમિર ખાન લાલ સિંહ ચઢ્ઢાના રોલમાં’ આમિર ખાને આ વીડિયો શૅર કરતાં કેપ્શન આપ્યું હતું, ‘કયા પતા હુમ મૈં હૈં કહાની, યા હૈં કહાની મૈં હમ....’

Kya pata hum mein hai kahani, ya hai kahaani mein hum...

A post shared by Aamir Khan (@_aamirkhan) on

શાહરુખ-સલમાન ફિલ્મમાં જોવા મળે તેવી શક્યતા
શાહરુખ-સલમાન તથા આમિર ખાનને સાથે સ્ક્રીન પર જોવાનું ઓડિયન્સનું સપનું સાકાર થાય તેમ લાગી રહ્યું છે. સૂત્રોના મતે, શાહરુખ ખાન ‘લાલ સિંહ ચઢ્ઢા’માં મહત્ત્વનો રોલ પ્લે કરશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, કિંગ ખાને રોલ માટે હા પાડી છે પણ સલમાન તરફથી હજુ જવાબ આવવાનો બાકી છે. એમ પણ ચર્ચાઈ રહ્યું છે કે ફિલ્મમાં ત્રણેય ખાનની એન્ટ્રીને લઈને ટૂંક સમયમાં ઓફિશિયલ અનાઉન્સમેન્ટ થશે.

ફિલ્મમાં ઈન્દિરા ગાંધી હત્યાકાંડ દર્શાવવામાં આવશે
‘લાલ સિંહ ચઢ્ઢા’માં સ્વર્ણ મંદિર નરસંહાર તથા ઈન્દિરા ગાંધી હત્યાકાંડ અંગે પણ બતાવવામાં આવશે. આ ફિલ્મને અતુલ કુલકર્ણીએ લખી છે અને ‘સીક્રેટ સુપરસ્ટાર’ ફૅમ અદ્વૈત ચંદન ડિરેક્ટ કરશે. આ ફિલ્મને આવતા વર્ષે ક્રિસમસ પર રિલીઝ કરવામાં આવશે.

100 લોકેશન પર ફિલ્મ શૂટ થશે
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ‘લાલ સિંહ ચઢ્ઢા’ માટે આમિર ખાને 20 કિલો જેટલું વજન ઓછું કર્યું છે. ફિલ્મમાં આમિર પાઘડીમાં જોવા મળશે. વધુમાં આ ફિલ્મનું શૂટિંગ ભારતની 100 જેટલી અલગ-અલગ જગ્યાએ થશે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, આમિર ખાનની ફિલ્મ બોલિવૂડની એવી પહેલી ફિલ્મ છે, જેનું ભારતની 100 જેટલી જગ્યાએ શૂટિંગ થશે. ફિલ્મમાં આમિર ખાનના પાત્રના જીવનની વાત કરવામાં આવશે, તેથી દરેક વખતે અલગ-અલગ જગ્યાએ શૂટિંગ કરવામાં આવશે. દેશભરમાં 100 જેટલા લોકેશન પસંદ કરવામાં આવ્યા છે. આ માટે આમિર ખાન દિલ્હી, ગુજરાત, મુંબઈ, કોલકાતા, બેંગાલુરુ તથા હૈદરાબાદ સહિત ભારતના વિવિધ શહેરોમાં શૂટિંગ કરે તેવી શક્યતા છે.

X
Aamir Khan launches teaser and low on the upcoming film 'Lal Singh Chadha'

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી