અપકમિંગ / ‘લાલ સિંહ ચઢ્ઢા’ના સેટ પરથી આમિર-કરીનાનો ફર્સ્ટ લુક વાયરલ થયો

Aamir-Kareena's first look goes viral on the set of Laal Singh Chaddha

Divyabhaskar.com

Nov 10, 2019, 10:24 AM IST

મુંબઈઃ આમિર ખાન તથા કરીના કપૂરે અપકમિંગ ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા’નું શૂટિંગ શરૂ કરી દીધું છે. હાલમાં તેઓ ચંદીગઢમાં છે. ફિલ્મના સેટ પર બંનેની એક તસવીર સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે, જેમાં કરીના સલવાર-કમીઝમાં ઘણાં જ સિમ્પલ લુકમાં જોવા મળી હતી તો આમિર ખાન જમીન પર બેઠો જોવા મળ્યો હતો, તેની સામે લેપટોપ રાખેલું છે. તેનો હાવભાવ જોઈને એમ લાગે છે કે તે કોઈને સૂચના આપે છે.

હાલમાં જ મોશન પોસ્ટર રિલીઝ થયું
મોશન પોસ્ટરમાં એક વ્હાઈટ પીછું વાદળી આકાશમાં લખે છે, ‘આમિર ખાન લાલ સિંહ ચઢ્ઢાના રોલમાં’ આમિર ખાને આ વીડિયો શૅર કરતાં કેપ્શન આપ્યું હતું, ‘કયા પતા હુમ મૈં હૈં કહાની, યા હૈં કહાની મૈં હમ....’ આ ફિલ્મ આવતા વર્ષે ક્રિસમસ પર રિલીઝ થવાની છે.

‘ફોરેસ્ટ ગમ્પ’ની હિંદી રીમેક
‘લાલ સિંહ ચઢ્ઢા’ હોલિવૂડ ફિલ્મ ‘ફોરેસ્ટ ગમ્પ’ની ઓફિશિયલ હિંદી રીમેક છે. ઓરિજનલ ફિલ્મમાં મેઈન લીડ ફોરેસ્ટનું મગજ ઓછું કામ કરે છે છતાં તેને સફળતા મળે છે અને એક ઐતિહાસિક પુરુષ બને છે. જોકે, તેને તેનો સાચો પ્રેમ તરછોડી દે છે. ફિલ્મને ઓસ્કરમાં 12થી વધુ નોમિનેશન મળ્યાં હતાં અને છ ઓસ્કર એવોર્ડ જીત્યાં હતાં. ટોમ હેક્સને આ ફિલ્મ માટે બેસ્ટ એક્ટરનો ઓસ્કર એવોર્ડ મળ્યો હતો. ફિલ્મના લેખક વિન્સટન ગ્રૂમની 1986મા આવેલી નોવેલ પર આધારિત આ ફિલ્મ હતી. હિંદી રીમેકમાં ટોમ હેંક્સનો રોલ આમિર ખાન પ્લે કરવાના છે.

X
Aamir-Kareena's first look goes viral on the set of Laal Singh Chaddha

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી