તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

આત્મહત્યા:વ્યાજખોરોના ત્રાસથી કોલવડા ગામના યુવકે આપઘાત કર્યો

ગાંધીનગર2 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મૃતક પાસેથી મળેલી ચિઠ્ઠીમાં 4-5 લોકોનાં નામ હોવાની ચર્ચા
  • બુધવારે સવારે મૃતદેહના પોસ્ટમોર્ટમ બાદ અંતિમક્રિયા કરાઈ

કોલવડા ગામમાં 43 વર્ષીય યુવકે આપઘાત કરી લેતા ચકચાર મચી છે. રાજેન્દ્રસિંહ રજુજી વાઘેલાએ મંગળવારે રાત્રે પોતાના ઘરમાં ગળાફાંસો ખાઈ લીધો હતો. વહેલી સવારે આ અંગે જાણ થતાં પરિવારજનો તરત જ તેમને સારવાર માટે ગાંધીનગર સિવિલ લઈ ગયા હતા, પરંતુ ત્યાં સુધીમાં મોડુ થઈ ગયું હતું. ગામના સ્થાનિકોમાં ચાલતી ચર્ચા અને પોલીસ સુત્રો મુજબ મૃતક પાસેથી એક સુસાઈડ નોટ મળી આવી છે, જેમાં ગામના અને બહારના કેટલાક માથાભારે વ્યાજખોરોનો ત્રાસ હોવાનો ઉલ્લેખ હોવાનુ પણ બહાર આવ્યુ છે.

બુધવારે સવારે મૃતદેહના પોસ્ટમોર્ટમ બાદ અંતિમક્રિયા કરવામાં આવી હતી. રાજેન્દ્રસિંહે ગામના જ કેટલાક લોકો પાસેથી વ્યાજે નાણા લીધા હતા, જેના પર વ્યાજનું વ્યાજ ગણીને રકમ ખાસી વધી ગઈ હતી. દરમિયાન રાજેન્દ્રસિંહે નવી આઈ-20 કાર ખરીદી હતી, તોતિંગ વ્યાજ સાથે નાણા ચુકવવા માટે વ્યાજખોરોએ માગણી કરી હતી, જે પૂરી કરવામાં મૃતક નિષ્ફળ રહેતાં તેમની ગાડી તેમણે ખેંચી લીધી હોવાની ચર્ચા છે. ત્યારે આ મુદ્દે ત્રાસી ગયેલા રાજેન્દ્રસિંહે આપઘાત કરી લીધો હોવાનું કહેવાય રહ્યું છે. સમગ્ર મુદ્દે પેથાપુર પોલીસે અકસ્માત મોતની નોંધ કરીને તપાસ શરૂ કરી છે.

આ ગામના 43 વર્ષીય યુવકે આપઘાત કરી લેતા ચકચાર મચી છે. રાજેન્દ્રસિંહ રજુજી વાઘેલાએ મંગળવારે રાત્રે પોતાના ઘરમાં ગળા ફાંસો ખાઈ લીધો હતો.જેના કારણે ભારે અરેરાટી વ્યાપી છે.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય આર્થિક પક્ષ પહેલાંથી વધારે સક્ષમ અને સુદૃઢ સ્થિતિમાં રહેશે. થોડાં સમયથી ચાલી રહેલી ચિંતાઓથી રાહત મળશે. પરિવારના લોકોની દરેક નાની-મોટી જરૂરિયાતો પૂર્ણ કરવામાં તમને આનંદ મળશે. નેગેટિવ...

વધુ વાંચો