તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

અકસ્માત:ખેતરમાં કુદરતી હાજતે ગયેલા યુવાનનું કરંટ લાગવાથી મોત

વડોદરા13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વાઘોડિયાના શંકરપુરામાં ખેતરમાલિકે ગેરકાયદે લંગરિયાથી તારની વાડમાં કરંટ મૂક્યો હતો
  • ખેતરનાં માલિક સહિત બે જણા સામે ગુ્નો દાખલ

વાઘોડિયાના શંકરપુરા ગામની સીમમાં સવારના સમયે ખેતરમાં કુદરતી હાજતે ગયેલા યુવકનું કરંટ લાગતા મોત થયું હતું. આ બનાવમાં ખેતરના માલિકે ખેતરના છેડા પર ઈલેક્ટ્રિક તારની વાડ બનાવી જીઈબીના થાંભલામાંથી ગેરકાયદે લંગરિયું ખેંચી તારની વાડમાં ઇલેક્ટ્રિક કરંટ આપ્યો હોવાનું બહાર આવતાં પોલીસે જમીન માલિક સહિત બે સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.શંકરપુરા ગામની સીમમાં રહેતા ઉદેસિંહ શંકરભાઈ પરમારે વાઘોડિયા પોલીસમાં ભાવેશ અરવિંદ પટેલ (રહે. કરચિયા) તથા ગોવિંદ પરમાર (રહે. શંકરપુરા) સામે ફરિયાદ નોંધાવી હતી કે શનિવારે સવારે તેમનો ભત્રીજો અલ્પેશ સુરેશભાઈ પરમાર (ઉં. 27) ઘર પાછળ આવેલા ખેતરો તરફ કુદરતી હાજતે ગયો હતો.

ત્યારબાદ તેમને જાણ થઈ હતી કે, અલ્પેશ ત્યાં તારની વાડ પર પડેલો છે. જેથી તેઓ પરિવાર સાથે ત્યાં પહોંચ્યા હતા. તેમણે જોયું હતું કે તેમનો ભત્રીજો અલ્પેશ પરમાર મૃત હાલતમાં તારની વાડ પર પડ્યો હતો. તેમણે તપાસ કરતાં તારની વાડમાં ઇલેક્ટ્રિક કરંટ ચાલુ હતો અને ખેતરનો વહીવટ કરનાર ગોવિંદ પરમારે ઇલેક્ટ્રિકના થાંભલામાંથી કરંટ બંધ કર્યા બાદ તપાસ કરતાં અલ્પેશનું કરંટ લાગવાથી મોત થયું હોવાનું જણાયું હતું.ખેતરનાં માલિક ભાવેશ અરવિંદ પટેલ અને ખેતરનો વહીવટ કરનાર ગોવિંદ સનાભાઇ પરમારે પોતાના મગફળીના ખેતરના છેડા ઉપર બે તારની વાડ બનાવી ખેતર ઉપરથી પસાર થતી ઈલેકટ્રિક લાઈન ઉપરથી ગેરકાયદે લંગરિયુ ખેંચી તારની વાડમાં કરંટ આપ્યો હતો, જેથી અલ્પેશ પરમારનું મોત થયું હતું, તેવો આરોપ લગાવી તેમણે પોલીસમાં ફરિયાદ નોંધાવતાં વાઘોડિયા પોલીસે આ મામલે બે સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. પોલીસે વિવિધ મુદે નિવેદનો લઇ તપાસને ગહન બનાવી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે તમારી અંદર ભરપૂર વિશ્વાસ અને ઊર્જાનો અનુભવ કરશો. આર્થિક પક્ષ મજબૂત થશે. તમારા બધા કાર્યોને સમયે પૂર્ણ કરવાની કોશિશ કરશો. કોઇ નજીકના સંબંધીના ઘરે જવાની પણ યોજના બનશે. નેગેટિવઃ- ખર્...

વધુ વાંચો