• Gujarati News
  • National
  • A Young Man Reached The Top Of A 72 storey Building Without A Rope Or Safety Equipment, Had To Count Prison Bars

સેલ્ફીની આ ઘેલછા કયારેક ભારે પડશે:72 માળની ઇમારત પર દોરડા કે સેફટી સાધન વગર ટોપ પર પહોંચ્યો યુવાન, ગણવા પડ્યા જેલના સળિયા

15 દિવસ પહેલા
  • કૉપી લિંક

દુનિયાની સૌથી ઊંચી ઇમારત પૈકી એક બ્રિટનમાં આવેલી 'ધ શાર્ડ' ઇમારત ઉપર એક યુવક દોરડા કે કોઈ પણ ચઢાણના સાધનો વિના ઉઘાડા પગે પહોંચી જતા દુનિયાભરમાં ચર્ચાનો વિષય બન્યો છે. આ યુવકને 72 માળની એટલે કે 1016 ફૂટ ઉંચી બિલ્ડિંગ પર કોઇપણ સેફ્ટી ડિવાઇસ વગર ચઢવા બદલ ધરપકડ પણ કરવામાં આવી હતી.

આ ઘટના લંડનની છે. જેમાં 21 વર્ષનો એડમ લોકવુડ નામનો યુવક આ બિલ્ડિંગના ટોપ પર પહોંચીને સેલ્ફી લીધી હતી. સન્ડે ટાઈમ્સ અખબારના જણાવ્યા અનુસાર, લિટલ નીસનેસના નામથી જાણીતા એડમ લોકવુડે પહેલીવાર આ પ્રકારનું કૃત્ય નથી કર્યું. આ પહેલાં તે ઘણી ઊંચી-ઊંચી હોટલો, ફ્લેટ્સ અને ઓફિસની ઇમારતો પર ચઢી ચૂક્યો છે.

એડમ લોકવુડ લંડનની સૌથી મોટી ઇમારત પર પહોંચી અને સેલ્ફી લીધી હતી.
એડમ લોકવુડ લંડનની સૌથી મોટી ઇમારત પર પહોંચી અને સેલ્ફી લીધી હતી.

જણાવી દઇએ કે, આ સમગ્ર ઘટના 5 સપ્ટેમ્બરનાં રોજ સવારે 5 વાગ્યાની છે. સવારે 5 વાગ્યે ટાવરની ટોચ પર પહોંચતા જ એડમે સેલ્ફી તો લીધી હતી પરંતુ તેને ફેસબુક પર પણ પોસ્ટ કરી દીધી હતી. પોલીસને આ ઘટનાની જાણ થતાં જ મળતા જ તેઓ લગભગ દોઢ કલાકમાં ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને યુવકની ધરપકડ કરી હતી.

બર્થ ડે સેલિબ્રેટ કરી રહેલું કપલ આશ્ચર્યમાં મુકાયું
તો યુવક જે બહુમાળી ઇમારત પર ચઢ્યો હતો તે જ ઇમારતમાં 40માં માળે એક રૂમમાં કપલ પોલ કર્ફી અને તેમનો પાર્ટનર હાજર હતા. પોલ કર્ફી એડમ લોકવુડને 72 માળની ઇમારત પર ચડતા જોઈ રહ્યા હતા. એડમે પોલ કેર્ફી અને તેમના પાર્ટનર તરફ પણ હાથ હલાવ્યો હતો.
કર્ફીએ જણાવ્યું હતું કે તે, પોતાના પાર્ટનરનો બર્થ ડે સેલિબ્રેટ કરવા આવ્યા હતાં. તેઓ બેડ પર હતા. તે સમય દરમિયાન તેણે જોયું કે એક યુવક સામે બિલ્ડિંગ પર ચઢી રહ્યો છે.

અશાંતિ કરવાના ગુનામાં કરવામાં આવી ધરપકડ
એડમ લોકવુડે જે ઇમારત ઉપર આ કૃત્ય કર્યું છે તે બિલ્ડિંગ લંડન બ્રિજ સ્ટેશન નજીક આવેલી છે. આ કારણે રેલવે યાત્રીઓ માટે પણ આ વિસ્તાર બંધ કરવામાં આવ્યો હતો. આ સાથે જ આસપાસના વિસ્તારને પણ ખાલી કરાવવામાં આવ્યો હતો.

પોલીસે જણાવ્યું હતું કે, 21 વર્ષીય લોકવુડની ધરપકડ કરવામાં આવી હતી. અન્ય બે લોકોને જાહેર અશાંતિ ફેલાવવા બદલ અટકાયતમાં લેવામાં આવ્યા હતા. પોલીસ પ્રવક્તાએ જણાવ્યું હતું કે, લંડન ફાયર બ્રિગેડ અને લંડન એમ્બ્યુલન્સ સર્વિસને પણ ઘટના સ્થળે હાજર રાખવામાં આવ્યો હતાં.

એડમ આ પહેલાં સ્ટેડિયમ અને પાવર સ્ટેશન પર ચઢ્યો
લૉકવુડ દુબઈમાં 1280 ફૂટ ઉંચી ક્રેન પર ચઢી ગયો હતો. જેથી ત્યાંથી દુબઈનો નજારો જોઈ શકાય. આ સાથે જ તેણે મિલાનના 262 ફૂટ ઊંચા સાન સિરો સ્ટેડિયમ પર પણ ચઢાઈ કરી હતી.

એક વખત તે ક્રોએશિયાના 1115 ફૂટ ઊંચા પાવર સ્ટેશન પર પહોંચ્યો હતો, જ્યાં તેણે બીમ પર પુલ અપ્સ પણ લગાવ્યા હતા. એડમ લોકવુડે એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે તેને ઉંચાઇથી વસ્તુઓ જોવાનું પસંદ કરે છે. તેમને પડકાર ગમે છે.

એડમ પર 23 લાખના કેમેરાની ચોરીનો આરોપ
એડમ પર ઊંચા- ઊંચા સ્ટેડિયમ અને પાવર સ્ટેશન પર ચઢવાનો જ આરોપ નથી આ સિવાય પણ અનેક અજીબો-ગરીબ આરોપ પણ લગાવવામાં આવ્યા છે. એકવાર એડમ માન્ચેસ્ટરમાં ફેશન વેરહાઉસની ઇમારતમાં ચડ્યો હતો જ્યાં તેના પર કિંમતી કેમેરો અને સંબંધિત વસ્તુઓની ચોરી કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. આ કેમેરાની કિંમત 23 લાખ રૂપિયાથી વધુ હતી.

જુઓ વીડિયો