તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત:ઉન ગામે કારે સુરતના યુવકને ટક્કર મારતા મોત

નવસારી10 દિવસ પહેલા
  • કૉપી લિંક

નવસારીના ઉન ગામે અજાણ્યા કાર ચાલકે એક યુવકને ટક્કર મારતા ઘટનાસ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું. સુરતનાં ઉન પાટીયામાં રહેતા અમીન હારુનભાઈ ગનીયાનીએ નવસારી ગ્રામ્ય પોલીસ મથકે જાણ કરી કે તેમના ભાઈ આસિફભાઈ ગનીયાની 20મી નવેમ્બરે સાંજે 8.૩૦ વાગ્યાનાં અરસામાં નવસારીનાં ઉનગામ ગોલ્ડન ગેટ હોટલની સામેની સાઈડે મુંબઈથી અમદાવાદ જતા રોડ પર પસાર થતા હતા. દરમિયાન કાર (નં. GJ-05-RB-1524)નાં અજાણ્યા ચાલકે પોતાનું વાહન પૂરઝડપે હંકારી લાવીને આસીફભાઈને અડફેટે લીધો હતો. જેને પગલે આસિફભાઈને ગંભીર ઈજા પહોંચવાથી ઘટનાસ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું. ઘટનાની તપાસ પીઆઈ એન.બી સોલંકી કરી રહ્યા છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Gujarati News
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય વિવેક અને ચતુરાઈથી કામ લેવાનો છે. તમારા છેલ્લાં થોડા સમયથી અટવાયેલાં કામ આજે પૂર્ણ થશે. બાળકના કરિયર અને અભ્યાસને લગતી કોઇ સમસ્યાનું પણ સમાધાન મળી શકશે. નેગેટિવઃ- રૂપિયા-પૈસાના મામલ...

વધુ વાંચો