તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

દુર્ઘટના:ડુંગરી હાઇવે પર યાર્ન ભરેલો ટ્રક પલ્ટી જતા આગ ભભૂકી

વલસાડ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સદનસીબે ચાલકનો બચાવ, આગ કાબૂમાં લેવાઇ

વલસાડ ડુંગરી હાઇવે પર શુક્રવારે મોડી રાત્રે પસાર થઇ રહેલી ટ્રક ન. rj-27-GD-827માં સેલવાસથી યાન ભરીને ભીલવાડા રાજસ્થાન તરફ જઈ રહી હતી. તે ટ્રકના ચાલકે ટ્રક પરથી કાબુ ગુમાવતા ડુંગરી બામ ખાડી પાસે ટ્રક પલ્ટી ખાઈ ગઈ હતી. હાઇવે પર ટ્રક પલ્ટી જતા ચાલકનો ચમત્કારી બચાવ થયો હતો. ટ્રકમાં જોતજોતામાં આગ ભભૂકી ઉઠી હતી. ટ્રકમાં ભરેલા યાનમાં આગ પકડાઈ ગઈ હતી. ઘટનાને લઈને હાઇવે પર સુરત તરફના રોડ પર ટ્રાફિક જામ થઇ ગયો હતો. ઘટનાની જાણ વલસાડ ફાયર ફાઇટરને થતા તાત્કાલિ ફાયર ફાઈટરની ટીમે ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. આગ એટલી ભયાનક હતી કે ટ્રક અને ટ્રકમાં ભરેલો યાનનો જથ્થો બાળીને ખાખ થઇ ગયો હતો. ઘટનાની જાણ ડુંગરી પોલીસને થતા પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી પ્રાથમિક તપાસ હાથ ધરી હતી. ડુંગરી પોલીસે ટ્રક ચાલક રામપ્રસાદ ભભુતા પ્રસાદ ગુજ્જર સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે તમારી અંદર ભરપૂર વિશ્વાસ અને ઊર્જાનો અનુભવ કરશો. આર્થિક પક્ષ મજબૂત થશે. તમારા બધા કાર્યોને સમયે પૂર્ણ કરવાની કોશિશ કરશો. કોઇ નજીકના સંબંધીના ઘરે જવાની પણ યોજના બનશે. નેગેટિવઃ- ખર્...

વધુ વાંચો