તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

લિવઈનમાં રહેતી યુવતીનો ટ્રેન આગળ પડતું મૂકી આપઘાત

6 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર
  • સુરવાડીના 19 વર્ષીય યુવાન સાથે છેલ્લા 6 મહિનાથી રહેતી હતી

અંકલેશ્વર: અંકલેશ્વર ગડખોલ પાટીયા ફાટક પાસે મંગળવારના રોજ સવારે 9:30થી 10 વાગ્યા દરમિયાન પસાર થતી ગુડ્સ ટ્રેન આગળ 19 વર્ષીય યુવતીને પડતું મૂકી આપઘાત કરી લેતા ગુડ્સ ટ્રેનના ચાલકે અંકલેશ્વર રેલ્વે સ્ટેશન ખાતે જાણ કરી હતી જે અંગે રેલ્વે આઉટ પોસ્ટના પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો.

ગુડ્સ ટ્રેન આગળ પડતું મૂકી આપઘાત કરી લીધો
પ્રાથમિક તપાસમાં 19 વર્ષીય યુવતી અંજુ રઘુવીર વસાવા હોવાનું અને તે નેત્રંગ ના અંજોલી ગામની વતની હોવાનું બહાર આવ્યું હતું. જે હાલ સુરવાડી ગામ ખાતે રહેતા ઉદય વસાવા નામના યુવાન સાથે પ્રેમ સબંધમાં છેલ્લા 6 મહિના થી રહેતી હતી જે અંજુએ આજરોજ અચાનક ગુડ્સ ટ્રેન આગળ પડતું મૂકી આપઘાત કરી લીધો હતો. તેના આપઘાત પાછળના કારણો પર રહસ્ય સર્જાયું હતું તો આ અંગે ઉદય વસાવાને જાણ થતા તે પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો.તેમજ નેત્રંગ થી યુવતીના પરિવારજનો પણ દોડી આવ્યા હતા. અને ઉદય અને તેના પરિવાર પર આક્ષેપ પણ કર્યો હતો. કયુવતીના પરિવારજનો દ્વારા ફરિયાદ નોંધવાની કવાયત હાથધરી છે.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે ધૈર્ય અને વિવેકનો ઉપયોગ કરીનો કોઇપણ સમસ્યાનો ઉકેલ લાવવામાં સક્ષમ રહેશો. આર્થિક પક્ષ પહેલાંથી વધારે સુદઢ સ્થિતિમાં રહેશે. પરિવારના લોકોની નાની-મોટી જરૂરિયાતોનું ધ્યાન રાખવાથી તમને સુખ...

વધુ વાંચો