તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

સુવિધા:દિવાળીમાં તિથલ જવા પર્યટકોને પહો‌ળો અને નવા માર્ગની સુવિધા

વલસાડ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સ્ટેટ હાઇવે પહોળો કરવા બંને બાજૂ કામગીરી ખોદકામ શરૂ

વલસાડ તિથલથી એસપી કચેરી સુધીના 3 કિમીનો સ્ટેટ હાઇવે પહોળો કરવા આરએન્ડબીએ તિથલ ગામ વિસ્તારમાં રોડની બંન્ને બાજૂ ખોદકામ શરૂ કર્યું છે.દિવાળી સુધીમાં આ સ્ટેટ હાઇવેની કામગીરી પૂર્ણ કરવા કલેકટરની તાકીદના પગલે આરએન્ડબીએ કામ તેજ કરી દીધું છે. વલસાડ તિથલ રોડને વર્ષોથી પહોળો કરવા માટે માગ ઉઠ્યા બાદ સરકારે રૂ.12 કરોડની ગ્રાન્ટ હેઠળ આ કામ આરએન્ડબીને સોંપ્યું હતું. જોકે તેના માટે રોડ માર્જિનના દબાણો હટાવવાની કપરી કામગીરી, કોરોના કાળ અને ચોમાસાના કારણે કામ વિલંબમાં પડ્યું હતું.આરએન્ડબી માટે પડકારરૂપ બનેલી કામગીરીને પુરી કરવા શક્તિ કામે લગાડાઇ હતી. હવે કલેકટર આર.આર.રાવલે આ રોડનું કામ દિવાળી સુધીમાં પૂરૂં કરવા અધિકારીઓ સાથેની બેઠકમાં તાકીદ કર્યા બાદ તિથલ ગામથી વાંકી બ્રિજ સુધીના 1 કિમીની લંબાઇના રસ્તા ઉપર બંન્ને બાજૂ પહોળી કરવા આરએન્ડબીએ કામગીરી શરૂ કરી દીધી છે.

ડિવાઇડર અને વીજ પોલનું કામ મહત્વનું
તિથલ રોડ વાઇડનિંગનું કામ આરએન્ડબીએ ઉપાડતાં આ રોડના બ્યુટિફિકેશનનું પણ કામ પણ મહત્વનું બની રહેશે.તિથલ રોડ વચ્ચે ડિવાઇડર,પ્લાન્ટેશન,લાઇટ પોલ દ્વારા બ્યુટિફિકેશન થાય તેવી શહેરીજનોની માગ છે અને તે અંગે કલેકટર સુધી રજૂઆતો પણ કરી હતી.

કામગીરી ધીમી હોવાથી મુદ્દો સંકલનમાં
વલસાડ શહેરમાંથી પસાર થતાં તિથલ નાસિક સ્ટેટ હાઇવેનો તિથલ ગામથી વલસાડ એસપી કચેરી સુધીના 3 કિમીના રોડને પહોળો કરવા છેલ્લા 2 વર્ષથી કવાયત ચાલી રહી છે. 12 કરોડના ખર્ચે સરકારે આ રોડ માટે ગ્રાન્ટ ફાળવ્યા બાદ કામ શરૂ કરવા પહેલા માર્જિન નક્કી કરી નડતર દબાણ દૂર કરવા આરએન્ડબીને લાંબો સમય નિકળી ગયો હતો.આ મુદ્દે વલસાડ ધારાસભ્ય ભરતભાઇ પટેલે સંકલન સિમિતિની બેઠકમાં તિથલ રોડ પહોળો કરવાની કામગીરીમાં ઝડપ લાવવા રજૂઆત કરી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે કોઇ સમાજ સેવા કરતી સંસ્થા કે કોઇ પ્રિય મિત્રની મદદમાં સમય પસાર થશે. ધાર્મિક તથા આધ્યાત્મિક કાર્યોમાં પણ તમારો રસ જળવાશે. યુવા વર્ગ પોતાની મહેતન પ્રમાણે શુભ પરિણામ પ્રાપ્ત કરશે. તમારા લક્...

વધુ વાંચો