તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાહત:સિહોરમાં જરૂરિયાતમંદો માટે ઊભી થઇ ભગવાનની દીવાલ

સિહોર2 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જરૂરિયાતમંદ લોકો સુધી વસ્તુઓ પહોંચે તેવો આશય
  • સામાજિક સદભાવ સમિતિ દ્વારા ભગવાનની દીવાલ આપવાનો આનંદ નામની દીવાલ ઊભી કરાઇ

જરૂરિયાતમંદ લોકોને સહાય પૂરી પાડવાના શુભ આશયથી સિહોરમાં જરૂરિયાતમંદ લોકો સુધી જરૂરી વસ્તુઓ પહોંચે તે માટે ભગવાનની દીવાલ ઊભી કરવામાં આવી છે. ઢસા ગામે સેવાભાવી લોકો દ્વારા માનવતાની દીવાલ ઊભી કરવામાં આવી છે. આવી જ રીતે સિહોરમાં સામાજિક સદભાવ સમિતિ દ્વારા ભગવાનની દીવાલ આપવાનો આનંદ એ નામની દીવાલ તાજેતરમાં જ ઊભી કરવામાં આવી છે. આ દીવાલ પર જેને જરૂરિયાત નથી એવા લોકો પોતાની વસ્તુઓ મૂકી જાય છે. અને જેને જરૂર છે તેવા લોકો આ વસ્તુઓ લઇ જાય છે. આથી એક અજાણ્યો હાથ અજાણી વ્યકિતને મદદરૂપ બની શકે.

અજાણી વ્યકિતને અનાયાસે પણ મદદરૂપ થવાનો અનેરો આનંદ હોય છે. સિહોરમાં અમદાવાદ રોડ પર રેલવે ફાટક નજીક ડો.યોગેશ જોષીની હોસ્પિટલની બહાર આ દીવાલ ઊભી કરવામાં આવી છે. આ રોડ પરથી દિવસ દરમ્યાન હજારો વાહનો અને રાહદારીઓ પસાર થાય છે. આથી જતાં-આવતા લોકોનું અહીં ધ્યાન ખેંચાઇ છે. ગુપ્ત રીતે કોઇને સહાયરૂપ થવા માંગતા કે જરૂરિયાતમંદો માટે આ દીવાલ હાલ તો લોક સહાયનું કેન્દ્ર બન્યું છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પરિસ્થિતિ તથા સમયમાં તાલમેલ રાખીને કામ કરવામાં સક્ષમ રહેશો. માતા-પિતા તથા વડીલો પ્રત્યે મનમાં સેવાભાવ જળવાયેલો રહેશે. વિદ્યાર્થી તથા યુવાઓ પોતાના અભ્યાસ તથા કરિયર પ્રત્યે સંપૂર્ણ રીતે ફોકસ ર...

વધુ વાંચો