તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • A Walkway Will Be Constructed Between The Highways Within 3 Km From Sola To SP Ring Road

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સોલાથી SP રિંગ રોડ સુધીના 3 કિમીમાં હાઈવેની વચ્ચે જ વોક-વે તૈયાર કરાશે

10 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અમદાવાદમાં આ પ્રકારનું ડિવાઇડર ધરાવતો પ્રથમ રોડ
  • સાઈકલ ટ્રેક તેમજ રોડને સમાંતર પાર્કિંગ પણ મળશે

અમદાવાદઃ શહેરમાં સોલા-સાયન્સ સિટીથી એસ.પી. રીંગરોડ સુધીનો રસ્તો વિશેષ રીતે વિકસાવાશે જેમાં ડિવાઇડર પણ એટલું વિશાળ હશે કે બંને છેડે વૃક્ષો વાવવા છતાં વચ્ચે વ્યક્તિઓ વોક-વે તરીકે ઉપયોગ કરી શકશે. તે માટેની ડિઝાઇન સાથે મુકાયેલી દરખાસ્તને રોડ એન્ડ બિલ્ડિંગ કમિટીએ મંજૂર કરી છે. વોક-વે ધરાવતો ડિવાઇડરવાળો આવો અનોખો અમદાવાદનો પ્રથમ રસ્તો હશે.

ડિવાઇડરની વચ્ચે પણ વૃક્ષારોપણ કરવામાં આવશે
ગાંધીનગર લોકસભાના સાંસદ અમિત શાહની સૂચનાથી સોલા-સાયન્સ સિટીથી થી એસપી રિંગ રોડ સુધીના વિસ્તારમાં એક વિશેષ રસ્તો બનાવવા માટે રોડ એન્ડ બિલ્ડિંગ કમિટી દ્વારા ટેન્ડર મંગાવાયું હોવાનું ચેરમેન રમેશ દેસાઇએ જણાવ્યું હતું. અંદાજે 3 કિ.મી. લંબાઇના આ રસ્તા પર બીઆરટીએસ રૂટ સાથે મિક્સટ્રાફિક લેન, સાઈકલ ટ્રેક, પાર્કિંગ લેન પણ ડેવલપ કરાશે. ડિવાઇડરની વચ્ચે પણ વૃક્ષારોપણ કરવામાં આ‌વશે. આ ડિવાઇડરની વચ્ચે પણ એક વોક-વે હશે. 

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પરિસ્થિતિ તથા સમયમાં તાલમેલ રાખીને કામ કરવામાં સક્ષમ રહેશો. માતા-પિતા તથા વડીલો પ્રત્યે મનમાં સેવાભાવ જળવાયેલો રહેશે. વિદ્યાર્થી તથા યુવાઓ પોતાના અભ્યાસ તથા કરિયર પ્રત્યે સંપૂર્ણ રીતે ફોકસ ર...

વધુ વાંચો