તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

નિર્ણય:માનદરવાજામાં 1.74 કરોડના ખર્ચે વેન્ડીંગ માર્કેટ બનાવાશે

સુરત8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બાંધકામ સમિતિમાં કુલ 30 કરોડનાે અંદાજ મંજૂર
  • ફેરિયાઓની આજીવિકા માટે આયોજન

શહેરના ફેરિયાઓ માટે માનદરવાજા ખાતે 1.74 કરોડના ખર્ચે વેન્ડીંગ માર્કેટ બનાવવાના ડીપીઆર મંજૂર કરવાના કામને જાહેર બાંધકામ સમિતિની બેઠકમાં લીલીઝંડી આપવામાં આવી હતી. જાહેર બાંધકામ સમિતિ ચેરમેન સોમનાથ મરાઠેએ જણાવ્યું હતું કે, બેઠકમાં એજન્ડા ઉપરના તમામ 42 કામના 30 કરોડના અંદાજો મંજૂર કરવામાં કરવામાં આવ્યા હતા. લિંબાયત ઝોન ટી.પી સાત (આંજણા) ફા.પ્લોટ નં 188 પૈકીના પ્લોટમાં માનદરવાજા ખાતે હયાત માર્કેટને તોડી વેન્ડીંગ માર્કેટ સાકાર કરાશે. શહેરના જાહેર રસ્તા પર ભરાતા માર્કેટના કારણે દબાણ સાથે ટ્રાફિકની સમસ્યા ઉદભવી છે.

આ સમસ્યાના નિરાકરણ માટે શહેરના અલગ અલગ વિસ્તારોમાં વેન્ડીંગ સાથે શાકભાજી માર્કેટ બનાવવા માટે સુરત મહાનગર પાલિકાએ આયોજન કર્યું છે. કેન્દ્ર સરકારના દિન દળાય અત્યોંદય યોજના નેશનલ અર્બન લાઇવહુડ મીશન અંતર્ગત આ વેન્ડીંગ માર્કેટો બનાવવામાં આવી રહી છે. વેન્ડીંગ માર્કેટોમાં પ્રાથમિક સુવિધા સાથે ફાયર સેફટીના સાધનો, સોલાર પેનાલ, ઓર્ગેનિક વેસ્ટ કંટ્રોલ, સીસીટીવી કેમેરા પણ મુકાશે.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે ભાવનાત્મક રીતે મજબૂત રહેશો. જ્ઞાનવર્ધક તથા રોચક કાર્યોમાં સમય પસાર થશે. પરિવાર સાથે ધાર્મિક સ્થળે જવાનો પણ પ્રોગ્રામ બનશે. તમે તમારા વ્યક્તિત્વમાં પોઝિટિવ પરિવર્તન અનુભવ કરશો. નેગ...

વધુ વાંચો