તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

કાર્યવાહી:મોટી રાવલ ગામ પાસેથી 8 ટન લાકડા ભરેલી ટ્રક વન વિભાગે ઝડપી પાડી

રાજપીપલા9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગોરા રેન્જના કર્મીઓએ રાત્રીના પેટ્રોલિંગ દરમિયાન 3 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો

ગરુડેશ્વર તાલુકાના મોટી રાવલ ગામની સીમમાંથી લીમડા સહિતના પંચરવ લાકડા કાપી ટ્રકમાં ભરી ને ગરુડેશ્વર તરફ રાત્રીના અંધારાનો લાભ ઉઠાવી 8 ટન લાકડા ભરીને લઇ જતા હોય ગોરા રેન્જના RFO વિરેન્દ્રસિંહ ઘરીયા ને બાતમી મળી હતી એટલે રાત્રીના સમરીયા બીટ પર પેટ્રોલિંગ કરતા રાઉન્ડ ફોરેસ્ટર વલ્લભભાઈ તડવી, બીટગાર્ડ પરિમલસિંહ રણા સહીત વન કર્મીઓની ટીમે તપાસ કરતા રાવલ ગામમાંથી લાકડા ભરી ટ્રક નીકળી અને ગરુડેશ્વર તરફ જતી હતી વન કર્મીઓ એ પીછો કરી ટ્રક ને ઝડપી પાડી ચાલક અને બે મજૂરો ને ઝડપી પાડ્યા હતા ચાલકે રાજપીપળાના ઈમ્તિયાઝ કાદરી નામના વ્યક્તિનો માલ હોય વન વિભાગે માલિક વિરુદ્ધ ગુનો નોંધી પ્રાથમિક ધોરણે 10 હજાર રૂપિયા દંડ ફટકારી કોના ખેતરમાંથી આ ઝાડ કટિંગ કર્યા ક્યાં લઇ જતો હતો. તે સમગ્ર બાબત ની તપાસ કરી કાર્યવાહી કરવામાં આવશે.અત્રે ઉલખનિય છે કે આવા વેપારીઓ બે રોકટોક વૃક્ષો નું નિકંદન કાઢી નાખ્યું છે.જેમાં સદા પંચરવ લાકડા ની મંજૂરી મામલતદાર પાસેથી લેવાની હોય જેમાં આડેધડ પરવાનગી અપાતી હોય છે. અને જેનો.લાભ વેપારીઓ ઉઠવતા હોય છે. એટલે જો પર્યાવરણ બચાવવું હોય તો આ કાયદો કડક બનાવવો પડે એ જરૂરી છે.કેટલાય વેપારીઓ પરમિશન લેતા જ નથી અને આડેધડ ખેડૂતોને થોડા રૂપિયા આપી ને ઝાડો કાપી નાખી લઈ જાય છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે કોઇ સમાજ સેવા કરતી સંસ્થા કે કોઇ પ્રિય મિત્રની મદદમાં સમય પસાર થશે. ધાર્મિક તથા આધ્યાત્મિક કાર્યોમાં પણ તમારો રસ જળવાશે. યુવા વર્ગ પોતાની મહેતન પ્રમાણે શુભ પરિણામ પ્રાપ્ત કરશે. તમારા લક્...

વધુ વાંચો