તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

ઘરની પાછળની દીવાલમાં બાકોરું પાડી 34 હજારની લૂંટ

6 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર
  • મોઢે કપડું બાંધેલા બે લૂંટારુએ ખેલ પાડ્યો

દાહોદઃ કતવારાના લાલચંદભા હઠીલાનો પરિવાર રાતના સુઇ ગયા હતા. તે દરમિયાન મોઢે કપડુ બાંધેલા બે લૂંટારૂઓ ઘરની પાછળની દિવાલમાં બાકોરૂ પાડીને ઘરમાં ઘુસીને ચાંદીનો કંદોરો, ચાંદીની કંઠી, પગની વિછુડી, ચાંદીના હાથના ગજરા તેમજ પાકીટમાં મુકેલ નાની ચોકરી, ઘરમાં મુકેલ પાયલ (છડા) મળી કુલ રૂ.26,000ના દાગીના તથા પાકીટમાંથી રોકડા 8,000 મળી કુલ 34,000નો મુદ્દામાલ ચોરી કરી લઇ ગયા હતા.

એક ચોર લૂંટારૂ ઘરના આગળના દરવાજેથી તેમજ બીજો પાછળના દિવાલમાં પાડેલા બાકોરામાંથી ભાગી ગયો
આ દરમિયાન રાત્રીના ત્રણેક વાગ્યાના અરસામાં છોકરાની વહુ સંગીતાબેન અવાજ થતાં જાગી જતાં એક ચોર લૂંટારૂ ઘરના આગળના દરવાજેથી તેમજ બીજો પાછળના દિવાલમાં પાડેલા બાકોરામાંથી ભાગી ગયો હતો. આ ચોરીની ઘટના સંદર્ભે સુમિત્રા હઠીલાએ કતવારા પોલીસ મથકે અજાણ્યા બે ચોર લૂંટારૂઓ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી ચોરોની શોધખોળના ચક્રો ગતિમાન કર્યા છે.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ઉન્નતિને લગતાં શુભ સમાચારની પ્રાપ્તિ થશે. ધાર્મિક અને આધ્યાત્મિક કાર્યોમાં પણ થોડો સમય પસાર થશે. કોઇ વિશેષ સમાજ સુધારકનું સાનિધ્ય તમારી અંદર પોઝિટિવ ઊર્જા ઉત્પન્ન કરશે. નેગેટિવઃ- ઘરના...

વધુ વાંચો