ટીઝર / અમિતાભ બચ્ચનની પહેલી મરાઠી ફિલ્મ ‘એબી આણિ સીડી’નું ટીઝર રિલીઝ

A teaser release of Amitabh Bachchan's first Marathi film  ab ani CD

Divyabhaskar.com

Feb 24, 2020, 06:04 PM IST

મુંબઈઃ અમિતાભ બચ્ચનની મરાઠી ફિલ્મ ‘એબી આણિ સીડી’નું ટીઝર ટ્વિટર પર શૅર કરવામાં આવ્યું છે. આ ટીઝર શૅર કરીને અમિતાભે કહ્યું હતું, જૂના સાથી સાથે મરાઠી ફિલ્મ કરી. તમામને શુભકામના. ફિલ્મનું ટીઝર નેશનલ અવોર્ડ વિનર (મરાઠી ફિલ્મ ‘અનુમતિ’ માટે બેસ્ટ એક્ટર) મરાઠી એક્ટર વિક્રમ ગોખલે પર ફિલ્માવવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે અમિતાભ બચ્ચન તથા વિક્રમ ગોખલે આ પહેલાં બોલિવૂડ ફિલ્મ્સ ‘હમ કૌન હૈં’, ‘પરવાના’, ‘અગ્નિપથ’, ‘ક્રોધ’, ‘ખુદા ગવાહ’ તથા ‘અકેલા’માં સાથે કામ કર્યું છે.

આવી છે ફિલ્મની સ્ટોરી
ટીઝર પ્રમાણે, ફિલ્મની વાર્તા ચંદ્રકાંત દેશપાંડે (વિક્રમ ગોખલે) નામના વૃદ્ધની આસપાસ ફરે છે, જે પરિવારમાં તિરસ્કૃત હોય છે. એક દિવસ અચાનક ચંદ્રકાંતને અમિતાભ બચ્ચનનું એક કુરિયર મળે છે, જેમાં એક લેટર હોય છે. લેટરમાં સ્કૂલ સમયનો એક કિસ્સો લખેલો હોય છે. અમિતાભના આ લેટર પ્રમાણે, તેમના ટીચર્સ તેમને તથા ચંદ્રકાંતને એબી આણિ સીડી (અમિતાભ બચ્ચન તથા ચંદ્રકાંત દેશપાંડે) કહીને બોલાવતા હતાં. પહેલી નજરમાં લાગે છે કે આ ફિલ્મની વાર્તા બે મિત્રોની છે, જેમાં એક સુપરસ્ટાર બની જાય છે અને બીજો મિત્ર મધ્યમવર્ગીય જીવન જીવે છે.

13 માર્ચે ફિલ્મ રિલીઝ થશે
મિલિંદ લેલેના ડિરેક્શનમાં બનેલી આ ફિલ્મ 13 માર્ચે રિલીઝ થશે. ફિલ્મમાં સુબોધ ભાવે, સયાલી સંજીવ તથા અક્ષય ટંકસાલે છે. અમિતાભની આ પહેલી મરાઠી ફિલ્મ છે. જોકે, ફિલ્મમાં અમિતાભ કેમિયો રોલમાં જોવા મળશે. આટલું જ નહીં ફિલ્મમાં અમિતાભે પોતાના અંગત કપડાં પહેર્યાં છે, જેથી બજેટ પર અસર ના પડે.

X
A teaser release of Amitabh Bachchan's first Marathi film  ab ani CD

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી