તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુખદ:ટ્રાન્સફોર્મરમાં એકાએક પુરવઠો વધતાં કરંટથી 5 પક્ષી મૃત્યુ પામ્યાં

સુરેન્દ્રનગર2 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સુરેન્દ્રનગરની પ્રોફેસર સોસાયટી પાસેનો બનાવ
  • ટીસી અને થાંભલાઓની તપાસ કરવાની લોકમાંગ

સુરેન્દ્રનગર શહેરની આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ પાછળના વિસ્તારમાં પ્રોફેસર સોસાયટીમાં આવેલા વીજ ટ્રાન્સફોર્મરમાં એકાએક વીજપુરવઠો વધી જતા વીજશોકના કારણે કાગડા સહિતના 5 જેટલા પક્ષીઓના મોત થયા હતા. જ્યારે આ અવારનવાર વીજપુરવઠામાં થતી વધઘટની સમસ્યાને લઇને શહેરીજનો મુશ્કેલીનો સામનો કરતા હોવાની રાવ ઉઠી છે.

સુરેન્દ્રનગર શહેરમાં વીજકંપની દ્વારા વીજપુરવઠો પુરો પાડવામાં આવી રહ્યો છે. ઉનાળો, ચોમાસુ તેમજ શિયાળાના સમયમાં વીજસમસ્યાને લઇને લોકો પરેશાન બની જાય છે. તેમાંય વીજપુરવઠામાં અચાનક વધઘટના કારણે વીજશોક તેમજ વીજઉપકરણોને પણ નુકસાન થવાના બનાવો બને છે. ત્યારે તા. 22 સપ્ટેમ્બરને રવિવારે વહેલી સવારે સુરેન્દ્રનગર શહેરની આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ પાછળના વિસ્તારમાં પ્રોફેસર સોસાયટીમાં આવેલા વીજ ટ્રાન્સફોર્મરમાં એકાએક વીજપુરવઠો વધી જવાની ઘટના સામે આવી હતી. આ બનાવમાં ટીસી ઉપર રહેલા પક્ષીઓ ભોગ બનતા રાહદારીઓ તેમજ લોકોમાં રોષ ફેલાયો હતો. વીજશોક લાગવાથી પાંચ કાગડાઓ, ચકલી સહિતના 5 જેટલા પક્ષીઓના મોત થયા હતા. ત્યારે શહેરના રહેણાંક વિસ્તારોમાં તેમજ જાહેર માર્ગો પર આવેલા ટીસી અને વીજથાંભલાઓની સમયસર તપાસ કરાવીને વીજપુરવઠાનું પ્રમાણ જળવાઇ રહે તેવી લોકમાંગ ઉઠી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પરિસ્થિતિ તથા સમયમાં તાલમેલ રાખીને કામ કરવામાં સક્ષમ રહેશો. માતા-પિતા તથા વડીલો પ્રત્યે મનમાં સેવાભાવ જળવાયેલો રહેશે. વિદ્યાર્થી તથા યુવાઓ પોતાના અભ્યાસ તથા કરિયર પ્રત્યે સંપૂર્ણ રીતે ફોકસ ર...

વધુ વાંચો