અયોધ્યા કેસ / હિન્દુ પક્ષ આજે સુપ્રીમ કોર્ટમાં પુનઃવિચારણા અરજી દાખલ કરશે

A reconsideration petition will be filed by the Hindu party today

  • હિન્દુ મહાસભા દાખલ કરી રહી છે પુનઃવિચારણા અરજી
  • 5 એકર જમીન આપવા અંગે પુનઃવિચારણા કરવા માગ

Divyabhaskar.com

Dec 09, 2019, 12:48 PM IST

નેશનલ ડેસ્કઃ અયોધ્યા કેસમાં હિન્દુ પક્ષ તરફથી આજે પ્રથમ પુનઃવિચારણા અરજી દાખલ કરવામાં આવી રહી છે. હિન્દુ મહાસભા આ અરજી કરવા જઈ રહી છે. હિન્દુ મહાસભાના વકીલ શંકર જૈનના જણાવ્યા પ્રમાણે મુસ્લિમ પક્ષકારોને 5 એકર જમીન આપવાના ચુકાદા અંગે કોર્ટે પુનઃવિચારણા કરવી જોઈએ. હિન્દુ મહાસભાનું કહેવું છે કે વિશેષ ખંડપિઠે તેમના ચુકાદામાં કહ્યું છે કે વિવાદિત જમીનની અંદરના અને બહારના ભાગ પર હિન્દુઓનો દાવો મજબૂત છે તેવા સંજોગોમાં મુસ્લિમ પક્ષને મસ્જિદ બનાવવા માટે 5 એકર જમીન આપવી જોઈએ નહીં.

અત્રે ઉલ્લેખનીય છે કે 9મી નવેમ્બરના રોજ સુપ્રીમ કોર્ટના પાંચ ન્યાયમૂર્તિઓની બનેલી ખંડપિઠે અયોધ્યામાં રામ જન્મ-ભૂમિ-બાબરી મસ્જિદ વિવાદ કેસમાં તેમનો ચુકાદો આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે તેમના ચુકાદામાં અયોધ્યાના વિવાદિત માળખાવાળી જમીનને રામલલા બિરાજમાનને આપી હતી. અને મસ્જિદ માટે મુસ્લિમોને અન્યત્ર પાંચ એકર જમીન આપવા આદેશ કર્યો હતો.

X
A reconsideration petition will be filed by the Hindu party today
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી