તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:લાખાબાવળ પાસે 516 બોટલ ઇંગ્લિશ દારૂનો જથ્થો ઝડપાયો

જામનગર2 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કચ્છ અને કાનાછીકારીના શખસો ફરાર

જામનગર નજીક લાખાબાવળની સીમમાં આવેલી વાડીમાં દારૂનો મોટો જથ્થો સંગ્રહ કર્યા હાેવાની બાતમી પરથી એલસીબીએ સ્થાનિક પોલીસને અંધારામાં રાખીને દરોડો પાડતા વાડીમાંથી 516 બોટલ દારૂ સાથે ત્રણ શખસો ઝડપાઇ ગયા હતાં. પોલીસે રૂા. 2 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરી દારૂ સપ્લાય કરનાર બે શખસોને ફરાર જાહેર કર્યા છે.

લાખાબાવળની સીમમાં વૈશાલી ફાર્મ હાઉસની બાજુમાં આવેલી એક વાડીની ઓરડીમાં દારૂનો મોટો જથ્થો સંગ્રહ કરવામાં આવ્યો હોવાની બાતમી એલસીબીને મળતા તેમણે ત્યાં દરોડાે પાડી ઓરડીમાંથી મોટી ઇગ્લીશ દારૂની બોટલ 306 નંગ તેમજ નાની દારૂની બોટલ 210 મળી કુલ 516 દારૂની બોટલ સાથે સહદેવસિંહ દિલીપસિંહ જાડેજા, શકિતસિંહ ભુરૂભા પરમાર અને જયદિપસિંહ દિલીપસિંહ જાડેજાને ત્રણ મોબાઇલ ફોન મળી રૂા. 2,02,200ના મુ્દામાલ સાથે અટક કરી પુછપરછ હાથ ધરી હતી. જેમાં પ્રાથમિક પુછપરછમાં આ દારૂની સપ્લાય પ્રવિણસિંહ સ્વરૂપસિંહ (રે. ગોવિંદપર કચ્છ) અને વિપુલસિંહ જાડેજા (રે. કાનાછીકારી, તા. લાલપુર)વાળાએ સપ્લાય કર્યો હોવાનું જણાવતા બન્ને શખસોને ફરાર જાહેર કરવામાં આવ્યા છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પરિસ્થિતિ તથા સમયમાં તાલમેલ રાખીને કામ કરવામાં સક્ષમ રહેશો. માતા-પિતા તથા વડીલો પ્રત્યે મનમાં સેવાભાવ જળવાયેલો રહેશે. વિદ્યાર્થી તથા યુવાઓ પોતાના અભ્યાસ તથા કરિયર પ્રત્યે સંપૂર્ણ રીતે ફોકસ ર...

વધુ વાંચો