તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

આક્ષેપ:એ સત્તા સર્કલ ઓફિસર, ના. મામલતદારને નથી

ભુજ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મનઘડત બહાના હેઠળ નોંધ નામંજૂર કરાતી હોવાનો આક્ષેપ
  • મુખ્યમંત્રીને રજૂઆત છતાં ગેરકાનૂની પદ્ધતિ અવિરત

નાયબ મામલતદાર, સર્કલ ઓફિસરને હક્ક પત્રક નોંધ નામંજૂર કરવાની સત્તા ન હોવા છતાં પણ મનઘડત બહાના હેઠળ નોંધ નામંજૂર કરાતી હોવાના આક્ષેપ સાથે મુખ્યમંત્રી, મહેસૂલ વિભાગ સમક્ષ રજૂઆતો છતાં કોઇ પગલાં ન ભરાતા હોવાની રાવ ઉઠી છે.જમીન મહેસૂલ નિયમોના નિયમ નં.107 અન્વયે હક્ક પત્રક નોંધની તપાસણી કરનારા અમલદાર (સર્કલ ઓફિસર, મામલતદાર)ને જો તે નોંધ બરાબર હોય તો પ્રમાણિત કરવાના માત્ર અધિકાર છે. જો નોંધોમાં કાંઇપણ વાંધા હોય તો તેવી નોંધ તકરારી રજિસ્ટરમાં ચડાવી તકરારી કેસ તરીકે તેનો નિર્ણય કરવાનો હોય છે. જે નિર્ણય હાલ વહીવટી વ્યવસ્થા મુજબ મામલતદારને સત્તા છે પરંતુ સર્કલ ઓફિસર કે, નાયબ મામલતદારને કોઇપણ નોંધ રદ કે, નામંજૂર કરવાની સત્તા નથી છતાં અનધિકૃત રીતે કરાય છે. જેથી લોકોને અપીલ કરવાના ખોટા ખર્ચા સાથે વિલંબ થાય છે. આથી ખેડૂતોને લાચારવશ ભ્રષ્ટાચારને તાબે થવું પડે છે અને જેઓ તેને અનુકૂળ નથી થતાં તેમની નોંધ મનઘડત રીતે નામંજૂર કરાતી હોવાનો આક્ષેપ કરાયો છે. હાઇર્કોટના ચુકાદા સાથે મુખ્યમંત્રી, મહેસૂલ વિભાગ, કચ્છ કલેક્ટરને રજૂઆત કરાઇ છે તેમ છતાં આજદિન સુધી ગેરકાનૂની પધ્ધતિ ચાલુ હોવાનું માધાપર ના ધારાશાસ્ત્રી શશિકાંત મોહનલાલ ઠક્કરે જણાવ્યું હતું.

નાયબ મામલતદાર, સર્કલ ઓફિસરને નોંધ રદ કરવાની નહીં, પ્રમાણિત અથવા નામંજૂર કરવાની સત્તા : પ્રાંત અધિકારી
અા અંગે ભુજના પ્રાંત અધિકારી અને મદદનીશ કલેક્ટર મનીષ ગુરવાનીનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યું હતું કે, સરકારના જી.અાર. મુજબ નાયબ મામલતદાર, સર્કલ ઓફિસરને નોંધ રદ કરવાની સત્તા નથી પરંતુ પ્રમાણિત અથવા નામંજૂર કરવાની સત્તા છે. નામંજૂર કરવા માટે પણ ખેડૂત ખાતેદાર ન હોય તેવી વ્યક્તિના નામે જમીન વેચાણનો દસ્તાવેજ થયો હોય તેવા યોગ્ય કારણો હોવા જોઇઅે. સર્કલ ઓફિસરને પણ કડક સુચનાઓ અપાઇ છે કે, જો યોગ્ય કારણો હોય તો જ નોંધ નામંજૂર કરવી. તેમ છતાં જો કોઇ વ્યક્તિને નોંધ નામંજૂર કરાઇ છે તે ખોટી રીતે કરાઇ છે તેમ લાગે તો તે પ્રાંત અધિકારી સમક્ષ અપીલ કરી શકે છે.
તકરારી કેસ વિના નામંજૂર કરેલી નોંધની હુકમ હાઇકોર્ટે ફગાવ્યો
ગુજરાત હાઇકોટ્રે પણ સ્પે.સી.એ.નં.15349/2016માં તા.20/11/19ના ચુકાદાને પારણા નં.13 અને 14માં આ બાબતે છણાવટ કરી, તકરારી કેસ લાવ્યા વિના મામલતદારે નામંજૂર કરેલી નોંધની હુકમ, કલેક્ટર ખરડાનો અપીલ માં થયેલો હુકમ અને મહેસૂલ સચિવનો ડિવિઝનમાં કરેલો હુકમ રદ કરતો ચુકાદો આપ્યો હોવાનું ધારાશાસ્ત્રી ઠક્કરે જણાવ્યું હતું.
નિયત પ્રક્રિયા મુજબ કામગીરી થાય છે : કલેક્ટર

આ અંગે કલેક્ટર પ્રવીણતા ડી.કે.નો સંપર્ક સાધતા તેમણે જણાવ્યું હતું કે, કોઇપણ હક્ક પત્રક નોંધ સામે તકરાર ઉભી થાય તો તે નોંધની તકરારી કેસ તરીકે નિકાલ કરવાનો હોય છે અને તે મુજબ નિયત પ્રક્રિયા કરવામાં આવી રહી છે. વધુમાં અગાઉ તે સત્તા મામલતદાર પાસે હતી હવે તો તકરારી કેસ ચલાવવાની સત્તા પણ પ્રાંત અધિકારીને અપાઇ છે અને તે મુજબ કામગીરી કરાય છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે કોઇ સમાજ સેવા કરતી સંસ્થા કે કોઇ પ્રિય મિત્રની મદદમાં સમય પસાર થશે. ધાર્મિક તથા આધ્યાત્મિક કાર્યોમાં પણ તમારો રસ જળવાશે. યુવા વર્ગ પોતાની મહેતન પ્રમાણે શુભ પરિણામ પ્રાપ્ત કરશે. તમારા લક્...

વધુ વાંચો