તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત:રામદેવરા જઇ રહેલા પદયાત્રીનું ભાન્ડુ પાસે ગાડીની અડફેટે મોત, દસક્રોઇના ચારોડી ગામનો સંઘ મહેસાણા-ઊંઝા હાઇવે પરથી પસાર થતો હતો ત્યારે અકસ્માત

વિસનગર5 દિવસ પહેલા
  • કૉપી લિંક

વિસનગર તાલુકાના ભાન્ડુ હાઇવે ઉપર રાજસ્થાનના રામદેવરા પગપાળા સંઘ સાથે જઇ રહેલા દસક્રોઇ તાલુકાના ચારોડી ગામના યુવકને ગાડીના ચાલકે શનિવારે વહેલી સવારે ટક્કર મારતાં તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જેને લઇ પગપાળા યાત્રિકોમાં શોક છવાઇ ગયો છે.

દસક્રોઇ તાલુકાના ચારોડી ગામમાં રહેતા ઠાકોર ભરતજી ઉમેદજી તેમના ગામના 15 માણસોના સંઘ સાથે રાજસ્થાનના રામદેવરા ખાતે રામદેવ પીરના દર્શન કરવા ચાલતા નીકળ્યા હતા. શુક્રવારે મહેસાણા તાલુકાના ફતેપુરા ગામે રાત્રી રોકાણ કરી વહેલી સવારે તેઓ ભાન્ડુ-લક્ષ્મીપુરા નજીકથી પસાર થઇ રહ્યા હતા, ત્યારે કાળા કલરની ગાડીના ચાલકે ભરતજીને ટક્કર મારતાં તેઓ નીચે પટકાતાં ઇજાના કારણે મોત થયું હતું. સંઘમાં ચાલતા જઇ રહેલા તેમના કાકા રાધુજી ચેહરાજીએ પોલીસને જાણ કરી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- થોડાં મહત્ત્વપૂર્ણ નવા સંપર્ક સ્થાપિત થશે જે ખૂબ જ લાભદાય રહેશે. તમારા ભવિષ્યને લગતી યોજનાઓને શરૂ કરવા માટે યોગ્ય સમય છે. શુભ કામ પણ સંપન્ન થશે. નેગેટિવઃ- વ્યક્તિગત સ્વાર્થના કારણે ખટાસ આ...

વધુ વાંચો