તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

આયોજન:પારડી નાનાવાઘછીપા ગામે રાત્રિ સભા યોજાઈ

પારડી8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વીજ અને રસ્તાના પ્રશ્નોની રજૂઆત

લોકોને સરકારની તમામ યોજનાની માહિતી મળી રહે અને લોકો વધારેમાં વધારે સરકારી યોજનાનો લાભ લઈ શકે તેમજ તેમના પ્રશ્નો નું ઝડપી તેમના આંગણે નિરાકરણ આવે તે માટે સરકાર દ્વારા રાત્રી સભાનું આયોજન કરવામાં આવ્યું છે . જે અંતર્ગત મંગળવારના રાતે પારડી તાલુકાના નાના વાઘછીપાગામે મોટા ફળિયામાં પ્રાથમિક શાળા ખાતે ટીપોઓ સૈયદના અને ગામના સરપંચ રાજેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં સભા મળી હતી જેમાં ગામના 210 જેટલા લોકો એકત્ર થયા હતા આ સભામાં ગામલોકો નિયમિત વીજ પ્રવાહ સાથે લો વોલ્ટેજમાં વીજ મળતી હોવાના પ્રશ્નો રજુ કર્યા હતા.

ખરાબ રસ્તા, મહેસુલ વિભાગ ને લગતા જેવા વિવિધ પ્રશ્નો રજુ થયા હતા. જેમના પ્રશ્નો નો નિકાલ માટે સ્થળ પર હાજર જેતે વિભાગના અધિકારી કર્મચારીએ ખાત્રી આપી હતી અને વૃદ્ધ સહાય પેન્શન યોજના વિશે ગામલોકોને સમજણ આપી હતી આ સભામાં PWD ના એન્જીનીયર કેયુરભાઈ હેલ્થ વિભાગથી ડો ઉન્નતિબેન સહિત ગામ પંચાયતના હોદ્દેદારો અને ગામ લોકો હાજર રહ્યા હતા.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે ભાવનાત્મક રીતે મજબૂત રહેશો. જ્ઞાનવર્ધક તથા રોચક કાર્યોમાં સમય પસાર થશે. પરિવાર સાથે ધાર્મિક સ્થળે જવાનો પણ પ્રોગ્રામ બનશે. તમે તમારા વ્યક્તિત્વમાં પોઝિટિવ પરિવર્તન અનુભવ કરશો. નેગ...

વધુ વાંચો