મોડાસા / મામાના ઘરે આવેલા ભાણેજે પાડોશમાં રહેતી 9 વર્ષની બાળા પર દુષ્કર્મ આચર્યું

  • મોડાસા રૂલર પોલીસે માત્ર ગણતરીના કલાકોમાં મેઘરજના ભુવાલ ગામના શખ્સને મોડાસાના ડુંગળી વિસ્તારમાં તેના સંબંધીના ઘરેથી ઝડપી પાડ્યો

Divyabhaskar.com

Mar 12, 2020, 08:30 AM IST
મોડાસાઃ અરવલ્લી જીલ્લાના મોડાસા તાલુકાના એક ગ્રામ્ય વિસ્તારમાં મામાના ઘરે આવેલા નરાધમ યુવકે પાડોશમાં રહેતી 9 વર્ષની બાળા પર દુષ્કર્મ આચરી ફરાર થઈ જતા સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી છે મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે નરાધમ દુષ્કર્મી યુવકને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો હતો.
ધુળેટીના પર્વના દિવસે મેઘરજના ભુવાલ ગામનો કમલેશભાઈ જીવાભાઈ અસારી મોડાસાના એક ગ્રામ્ય વિસ્તારમાં રહેતા તેના મામાના ઘરે મહેમાનગતિ માણવા આવ્યો હતો આવ્યો હતો ત્યારે નરાધમ યુવકના મનમાં વાસનાનો કીડો સળવળતા પાડોશમાં રહેતી 9 વર્ષની બાળકીને નજીકમાં રહેલા પશુઓના પાણી પીવડાવવાના ખાલી હવાડામાં લઈ જઈ ડરાવી ધમકાવી બાળકીની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચરતા સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી છે. આ બાબતે બાળકીએ તેની સાથે બનેલ ઘટનાની જાણ તેની માતાને કરતાં મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનમાં મેઘરજના ભુવાલ ગામનો શખ્સ સામે ફરિયાદ નોંધાવી હતી.
પોલીસે યુવક વિરુદ્ધ દુષ્કર્મ અને પોક્સો એક્ટ હેઠળ ગુન્હો નોંધી આરોપી કમલેને માત્ર ગણતરીના કલાકોમાં 1 જ કલાકમાં મોડાસાના ડુંગળી વિસ્તારમાં તેનાં સંબંધીના ઘરેથી બાતમીના આધારે ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે. દુષ્કર્મનો ભોગ બનેલી 9 વર્ષીય બાળકીને સારવાર અર્થે સરકારી દવાખાને ખસેડી શારીરક પરીક્ષણ માટેની તજવીજ હાથધરી હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી.
X

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી