તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એજયુકેશન ર:યુનિ.ની પોલીટેકનિક કોલેજમાં 25 કરોડના ખર્ચે નવું બિલ્ડિંગ બનશે

વડોદરા10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 1 હજાર ક્ષમતા ધરાવતા બિલ્ડિંગ માટે 12 કરોડનો ફંડ ફાળ‌વ્યું
  • 1 લાખ 40 હજાર સ્ક્વેર ફૂટમાં બિલ્ડિંગનું નિમાર્ણ કરાશે

એમ.એસ.યુનિ.ની પોલીટેકનીક કોલેજમાં 25 કરોડના ખર્ચે નવું બિલ્ડિંગ બનાવાશે. 1 હજાર વિદ્યાર્થીઓની ક્ષમતાના ધરાવતું બિલ્ડિંગ માટે 12 કરોડનો ફંડ પણ સરકારે ફાળવી દીધો છે. યુનિવર્સિટીની પોલીટેકની કોલેજમાં છ દાયકા પછી નવું બિલ્ડિંગ મળશે. 1956માં પોલીટેકનીકના વર્તમાન બિલ્ડિંગની શરૂઆત કરવામાં આવી હતી. આ બિલ્ડિંગમાં વિદ્યાર્થીઓને બેસવા માટેની કેપેસીટી ઓછી હોવાના કારણે બે પાળીમાં કોલેજ ચલાવવામાં આવે છે. પોલીટેકનીક કોલેજમાં અંદાજીત 2 હજાર જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. વર્તમાન બિલ્ડિંગમાં એક સાથે 2 હજાર વિદ્યાર્થીઓને બેસાડવા માટેની ક્ષમતા નથી જેના કારણે વિદ્યાર્થીઓને બે શીફટમાં અભ્યાસ કરાવવામાં આવે છે.

જોકે નવું બિલ્ડિંગ બન્યા પછી એક જ શીફટમાં વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવી શકાશે. પોલીટેકનીક કેમ્પસમાં 25 કરોડના ખર્ચે ગ્રીન બિલ્ડિંગ તૈયાર કરવામાં આવશે. પાંચ માળના બિલ્ડિંગમાં 1 હજાર વિદ્યાર્થીઓ એક સાથે અભ્યાસ કરી શકશે. 1 લાખ 40 હજાર સ્કે.ફૂટમાં બિલ્ડિંગનું નિમાર્ણ કરવામાં આવશે. સરકારે પોલીટેકનીકના નવા બિલ્ડિંગ માટે ફંડને મંજૂરી આપી દીધી છે. જેના ભાગ રૂપે 12 કરોડ રૂપિયાની રકમ પણ ફાળવી દેવામાં આવી છે. પોલીટેકનીકમાં તૈયાર થનાર નવા બિલ્ડિંગની ડિઝાઇન તૈયાર કરી દેવામાં આવી છે આગામી સમયમાં કોન્ટ્રાક આપવા માટેની કામગીરી હાથ ધરવામાં આવશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Gujarati News
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય વિવેક અને ચતુરાઈથી કામ લેવાનો છે. તમારા છેલ્લાં થોડા સમયથી અટવાયેલાં કામ આજે પૂર્ણ થશે. બાળકના કરિયર અને અભ્યાસને લગતી કોઇ સમસ્યાનું પણ સમાધાન મળી શકશે. નેગેટિવઃ- રૂપિયા-પૈસાના મામલ...

વધુ વાંચો