તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

ક્રાઇમ:2.83 લાખની નકલી નોટો સાથે મુળ ભાવનગરનો શખ્સ ઝડપાયો

ભાવનગર13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભરૂચ SOGએ અંકલેશ્વરના અંસાર માર્કેટમાંથી
  • આરોપી માર્કેટમાં નકલી નોટો સાથે ભંગાર ખરીદવા ગયેલ

અંક્લેશ્વરના અંસાર માર્કેટમાં 2.83 લાખની મત્તાની ડુપ્લિકેટ ચલણી નોટોથી ભંગાર ખરીદવાની ફિરાકમાં આવેલાં સૂરતના કામરેજ ખાતે રહેતાં અને મુળ ભાવનગરના ગઠિયાને એસઓજીની ટીમે ઝડપી પાડ્યો હતો. ભરૂચ એેસઓજીની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે, સૂરતના કામરેજ ખાતે રહેતો અને મુળ ભાવનગરનો એક શખ્સ ડુપ્લિકેટ નોટો સાથે અંસાર માર્કેટમાં ભંગાર ખરીદી કરવા માટે આવનાર છે. જેથી ટીમે વોચ ગોઠવી હતી.

દરમિયાનમાં પરિવાર હોટલ પાસે જિજ્ઞેશ નટુ રાણીંગાની (હાલ રહે. મોરથાણા, કામરેજ, સૂરત મુળ રહે. નંદનવન સોસાયટી કાળીયાબીડ, ભાવનગર) તપાસ કરતા પાસેેથી જામલી રંગની થેલીમાં 50 રૂપિયાના દરની 5644 બનાવટી નોટો મળી કુલ 2,83,200 રૂપિયા મળી આવતા તેની ધરપકડ કરી પુછપરછ કરતાં તેણે કબુલ્યું હતું કે તેણે પોતાના ઘરે 50ની નોટોને સ્કેન કરી તેની કલર પ્રિન્ટ કાઢી ડુપ્લિકેટ ચલણી નોટો થકી અંસાર માર્કેટમાંથી ભંગાર ખરીદી કરવાનો હતો. એફએસએલ ટીમની મદદથી નોટોની ખરાઇ કરાવતાં તે નોટો બનાવટી હોવાનુ જણાતા તેની સામે અંક્લેશ્વર રૂરલ પોલીસ મથકે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

વૃદ્ધ ભંગારીયાઓને ટાર્ગેટ કરવાનો ઇરાદ હતો
ભંગારનો સમાન અંસાર માર્કેટમાંથી સરળતાથી મળી રહેતો હોઇ તેમજ કામરેજથી અંસાર માર્કેટ નજીક પડતું હોઇ જિજ્ઞેશે અંસાર માર્કેટની પસંદગી કરી હતી. માર્કેટમાં ફરીને જ્યાં વૃદ્ધ ભંગારીયાને શોધવાનો હતો. જેથી કે તેને સાચી અને બનાવટી નોંટમાં જલદી ખ્યાલ ન આવે તેમજ તેને વાતોમાં ભોળવી શકે અને તેને ડુપ્લિકેટ નોટ પધરાવી તેની પાસેથી ભંગારનો સામાન લઇ રફુચક્કર થઇ જઇ અન્યને તે ભંગાર વેચી તેના રૂપિયાની રોકડી કરી લે. > ચિરાગ દેસાઇ, ડીવાયએસપી, અંક્લેશ્વર

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે તમારી અંદર ભરપૂર વિશ્વાસ અને ઊર્જાનો અનુભવ કરશો. આર્થિક પક્ષ મજબૂત થશે. તમારા બધા કાર્યોને સમયે પૂર્ણ કરવાની કોશિશ કરશો. કોઇ નજીકના સંબંધીના ઘરે જવાની પણ યોજના બનશે. નેગેટિવઃ- ખર્...

વધુ વાંચો