બનાસકાંઠા / ડીસામાં અદાવતમાં દુકાન પર રાત્રે ટોળાનો હુમલો,ત્રણને ઈજા

A mob attacked at a dinner shop in Deesa, injuring three

  • ઇજાગ્રસ્તો વ્યકિતઓને સારવાર માટે અર્થે ખસેડાયા, હોસ્પિટલમાં લોકો ઊમટ્યા

Divyabhaskar.com

Mar 02, 2020, 08:34 AM IST
ડીસાઃ ડીસામાં એક સપ્તાહ અગાઉ નકલી બિયારણ ના મુદ્દે થયેલ મારામારીની અદાવતમાં રવિવારે રાત્રીના આઠેક વાગયાના સુમારે ટોળાએ માધવી સ્વીટ પર હુમલો કરતાં ત્રણ વ્યક્તિઓને ઇજા થતાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતાં.
ડીસા શહેરના જલારામ મંદિર સામે આવેલ માધવી ડેરી ઉપર એક સપ્તાહ અગાઉ નકલી બિયારણ મુદ્દે હંગામો મચ્યો હતો. જેમાં બન્ને પક્ષોએ સામસામે ફરિયાદ નોધાવી હતી. જો કે, રવિવારે મોડી રાત્રે ફરીથી માધવી ડેરી ઉપર હંગામો મચ્યો હતો. જેથી હુમલામાં મહેશ હરીભાઇ ચૌધરી, મનિષ ગોવિંદભાઇ ચૌધરી અને રમેશ આહજીભાઇ ચૌધરીને માથા તેમજ પગના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા તાત્કાલિક ડીસા સિવિલમાં સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે અન્યત્ર ખસેડવામાં આવ્યા હતાં. આ અંગેની ની જાણ થતાં જ ડીસા શહેર ઉત્તર પીઆઇ જે.વાય.ચૌહાણ સ્ટાફ સાથે સિવિલ મા દોડી આવ્યાં હતાં. માધવી ડેરી અને સિવિલ ખાતે લોકોના ટોળેટોળા ઉમટી પડયાં હતા.
આ અંગે માધવી ડેરીના માલિક ગોવિંદભાઇ ચૌધરીએ જણાવ્યું હતું કે, મારા પુત્ર સહિત ત્રણ વ્યક્તિઓ દુકાન ઉપર હતાં તે દરમ્યાન જુની અદાવત રાખી અચાનક જ ટોળાએ હિસંક હુમલો કરવામા આવ્યો છે.
X
A mob attacked at a dinner shop in Deesa, injuring three

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી