તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

તસ્કરી:ઝઘડિયાના રાજપારડીની ઘરફોડ ચોરી કેસમાં એક શખ્સને ઝડપાયો

રાજપારડી13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભરૂચ એલસીબી પોલીસે 60 હજારના મુદ્દામાલ સાથે ચોરને પકડ્યો
  • રાજપારડીની હાર્ડવેરના માલિકના ઘરેથી કરેલી ચોરીની કબૂલાત કરી

ઝઘડીયા તાલુકાના રાજપારડી ગામે થયેલી ઘલફોર ચોરીનો ભેદ ભરુચ એલ.સી.બી.એ ઉકેલ્યો છે. પોલીસે ચોરીના મુદ્દામાલ સાથે એક શખ્સને ઝડપી પાડી તેણે ચોરી કરેલા સોના ચાંદી તથા મોબાઇલ મળી રૂપિયા 60 હજારનો મુદ્દામાલ રિકવર કર્યો હતો. બનાવમાં વધુ તપાસ રાજપારડી પોલીસ ચલાવી રહી છે.રાજપારડી પંથકમાં છેલ્લા ઘણા સમયથી ઘરફોડ ચોરીના બનાવો વધી રહ્યા હતા. જેના કારણે રેન્જ આઈજીની સૂચનાથી ભરૂચ જિલ્લા એલસીબી પોલીસે પંથકમાં સર્વેલન્સની કામગીરી હીથ ધરી હતી. દરમિયાન ટેકનીકલ સર્વેલન્સ તથા હ્યુમન ઈટેલીજન્સ બાતમીના આધારે રાજપારડીના કાલીયાપુરા વિસ્તારમાંથી એક શખ્સ નરેશ આથિયા વસાવાને ઝડપી પાડ્યો હતો. તેને રાજપારડી પોલીસના હવાલે કરતાં પોલીસે કરેલી પુછપરછમાં રાજપારડીના જ પરમજી હાર્ડવેરના ઉપર આવેલા દુકાન માલિકના ઘરે થયેલી ચોરી અંગેની કબુલાત કરી હતી. પોલીસે તેની પાસેથી ચોરીના સોના ચાંદીના ઘરેણાં તથા મોબાઇલ મળીને કુલ રૂપિયા 60 હજારનો મુદ્દામાલ રિકવર કરી આગળની કાયઁવાહી હાથ ધરી.હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ અનુભવી તથા ધાર્મિક પ્રવૃત્તિના વ્યક્તિ સાથે મુલાકાત તમારી વિચારધારામાં પણ પોઝિટિવ પરિવર્તન લાવશે. જીવન સાથે જોડાયેલાં દરેક કાર્યને કરવાની સારી દૃષ્ટિ પ્રાપ્ત થશે. આર્થિક સ્થિતિ...

વધુ વાંચો