તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખોવાઈ ગયેલા અથવા ચોરી થયેલા મોબાઈલ ફોનની ઓનલાઇન ફરિયાદ માટે IMEI નંબર હોવો જરૂરી

10 મહિનો પહેલા
  • કૉપી લિંક

યુટિલિટી ડેસ્કઃ મોબાઈલ ખોવાઈ જાય અથવા ચોરી થઈ જાય ત્યારે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરાવવી જરૂરી છે. પોલીસ સ્ટેશનમાં રુબરુ જઈને કરાવેલી ફરિયાદમાં ખોબાઈ ગયેલા મોબાઈલની અપડેટ માટે લાંબાગાળા સુધી રાહ જોવી પડે છે. તેથી કેટલાક રાજ્યોમાં ખોવાઈ ગયેલા અથવા ચોરી થઈ ગયેલા મોબાઈલની ઓનલાઇન FIR પણ નોંધાવાની સુવિધા આપવામાં આવી રહી છે. આ સિવાય પોલીસની કેટલીક એપ્સ પણ કાર્યરત હોય છે. તેના દ્વારા પણ મોબાઈલ ખોવાઈ જવાની અને ચોરી થવાની ફરિયાદ નોંધાવી શકાય છે. તેના માટે IMEI  (ઇન્ટરનેશનલ મોબાઈલ ઈક્વિપમેન્ટ આઇડેન્ટિટિ) નંબર, ફોનમાં રજિસ્ટર્ડ ઈ-મેઈલ આઈડી, કરન્ટ મોબાઈલ નંબર, એડ્રેસ સહિતની અનેક માહિતી પોલીસને આપવી આવશ્યક હોય છે. આ તમામ માહિતી તમારી પાસે હોય તો મોબાઈલ ખોવાઈ જાય અથવા ચોરી થઈ જાય તો તમારા રાજ્યના પોલીસ વિભાગની વેબસાઈટ પર જઈને ઓનલાઇન ફરિયાદ કરાવી શકાય છે.

IMEI નંબર 
મોબાઈલની ખરીદી કર્યા પછી સેફટી માટે તેના IMEI નંબરને એક ડાયરીમાં લખીને રાખવો જોઈએ. મોબાઈલ ચોરી થઇ જવા પર અથવા ખોવાઈ જવા પર તેના ટ્રેકિંગ માટે IMEI  નંબર ખૂબ અગત્યનો હોય છે.

નેટવર્ક ઓપરેટરને કોલ કરો 
તમારો મોબાઈલ ફોન ખોવાઈ જાય અથવા ચોરી થઈ જાય ત્યારે ફ્રોડથી બચવા માટે તરત જ તમારા નેટવર્ક ઓપરેટરને કોલ કરીને ફોનમાં રહેલા સિમકાર્ડને નિષ્ક્રિય કરાવો. મોબાઈલ નંબર ક્રેડિટ/ડેબિટ કાર્ડ અને બેંક ખાતાઓ સાથે લિંક હોય છે. તેથી સુરક્ષાને ધ્યાનમાં રાખીને તેને નિષ્ક્રિય કરાવવો જરૂરી છે.

તમામ પાસવર્ડ બદલી નાખો
મોબાઈલ નંબરથી જી-મેઈલ, ફેસબુક, ટ્વીટર સહિતની અનેક સોશિયલ મીડિયા એપ્સ ઓપરેટ થઈ શકે છે. તેથી મોબાઈલ ગુમ થતા જ તમારા તમામ સોશિયલ અકાઉન્ટ્સના પાસવર્ડ બદલી દેવો જોઈએ.

FIR 
ઓનલાઇન ફરિયાદ નોંધાવ્યા બાદ તમારો મોબાઈલ જે  વિસ્તારમાં ખોવાયો હોય અથવા ચોરી થયો હોય તે વિસ્તારના પોલીસ સ્ટેશનમાં જઈને FIR નોંધાવો. FIRની એક કોપી તમારી સાથે અવશ્ય રાખો.

બેંક અને ક્રેડિટ કાર્ડ કંપનીનો સંપર્ક કરો 
જો ખોવાઈ ગયેલા મોબાઈલ ફોનમાં બેંકનાં ક્રેડિટ/ડેબિટ કાર્ડ સબંધિત કોઈ ડેટા અથવા ખાતા નંબર અને નેટબેન્કિંગનો લોગ ઈન આઈડી અને પાસવર્ડ રજીસ્ટર છે તો બેંકના કસ્ટમર કેરમાં કોલ કરીને મોબાઈલ ખોવાઈ ગયો હોવાની જાણકારી આપી તમામ ટ્રાન્જેક્શન પર રોક લગાવી જોઈએ.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પરિસ્થિતિ તથા સમયમાં તાલમેલ રાખીને કામ કરવામાં સક્ષમ રહેશો. માતા-પિતા તથા વડીલો પ્રત્યે મનમાં સેવાભાવ જળવાયેલો રહેશે. વિદ્યાર્થી તથા યુવાઓ પોતાના અભ્યાસ તથા કરિયર પ્રત્યે સંપૂર્ણ રીતે ફોકસ ર...

વધુ વાંચો