દીપડાનો આતંક / બગસરાના કડાયા ગામ નજીક દીપડાના સગડ મળ્યા, શાર્પ શૂટર સહિત વન વિભાગનો કાફલો પહોંચ્યો

  • સોનારીયા ડેમ નજીક દીપડાનું લોકેશન હોવાની શક્યતા

Divyabhaskar.com

Dec 09, 2019, 03:01 PM IST

અમરેલીઃ બગસરા પંથકમાં 24 કલાકમાં આદમખોર દીપડાએ માનવ પર બે હુમલા કર્યા હતા. જેમાં એકનું મોત નીપજ્યું હતું અને એક મહિલા સારવાર હેઠળ છે. દીપડાને પકડવા માટે વન વિભાગ અને પોલીસની ટીમોના ધાડેધાડા તેમજ શાર્પશૂટરો પણ ઉતારી દેવામાં આવ્યા છે. ગત રાત્રે આખી રાત પોલીસ અને વન વિભાગ દોડતું રહ્યું પરંતુ દીપડો ક્યાંય નજરે પડ્યો નહોતો. જો કે આજે બગસરાના કડાયા ગામ નજીકના સીમ વિસ્તારમાં દીપડાના સગડ મળી આવ્યા છે. જો કે આ સગડ અત્યારના છે કે રાતના તે અંગે તપાસ શરૂ કરવામાં આવી છે. સોનારીયા ડેમ નજીક દીપડાનું લોકેશન હોવાનું માનવામાં આવી રહ્યું છે, દીપડાના સગડ મળી આવતા શાર્પ શૂટરો પણ પહોંચી ગયા છે. તેની મોટી સંખ્યામાં વનવિભાગની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ છે.

(જયદેવ વરૂ, અમરેલી)

X

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી