પ્રદર્શન / એક કાયદો, જેના સમર્થન-વિરોધમાં દેશભરમાં મહિલાઓનો મોરચો

દિલ્હીમાં ભાજપ હેડક્વાર્ટર સામે પાકિસ્તાની હિન્દુ મહિલા શરણાર્થીઓએ સીએએના સમર્થનમાં પણ રેલી યોજી. તેમાંથી મોટા ભાગના લોકો ઉત્તર દિલ્હી આદર્શનગરની બે કોલોનીઓમાં રહે છે.
દિલ્હીમાં ભાજપ હેડક્વાર્ટર સામે પાકિસ્તાની હિન્દુ મહિલા શરણાર્થીઓએ સીએએના સમર્થનમાં પણ રેલી યોજી. તેમાંથી મોટા ભાગના લોકો ઉત્તર દિલ્હી આદર્શનગરની બે કોલોનીઓમાં રહે છે.
મુંબઈના અગ્રીપાડા, જોગેશ્વરીમાં મુસ્લિમ મહિલાઓએ શુક્રવારે રાતભર નાગરિકતા કાયદા વિરુદ્ધ દેખાવ કર્યા. શનિવારે પણ તેમનું આંદોલન જારી રહ્યું. આ દરમિયાન વિપક્ષના નેતાઓ તેમને મળતા રહ્યા.
મુંબઈના અગ્રીપાડા, જોગેશ્વરીમાં મુસ્લિમ મહિલાઓએ શુક્રવારે રાતભર નાગરિકતા કાયદા વિરુદ્ધ દેખાવ કર્યા. શનિવારે પણ તેમનું આંદોલન જારી રહ્યું. આ દરમિયાન વિપક્ષના નેતાઓ તેમને મળતા રહ્યા.

  • નાગરિકતા સુધારા કાયદાના 47 દિવસ 
  • દિલ્હી, લખનઉ, પ્રયાગરાજ, મુંબઈ, કોલકાતા સહિત દેશભરમાં મહિલાઓ માર્ગો પર ઊતરી

Divyabhaskar.com

Jan 19, 2020, 02:53 AM IST

નવી દિલ્હી / મુંબઈઃ નાગરિકતા કાયદાના સમર્થનમાં પાકિસ્તાની હિન્દુ શરણાર્થીઓએ શનિવારે નવી દિલ્હી સ્થિત ભાજપના હેડક્વાર્ટર સામે રેલી યોજી. તેમાં મોટી સંખ્યામાં મહિલાઓ જોડાઈ. બાળકોએ પણ તેમનો સાથ આપ્યો. તેમના હાથોમાં ભારતીય ઓડ સમાજ સેવા સંઘના બેનરો હતાં. આ સંગઠન દલિત સમુદાયના કલ્યાણ માટે કામ કરે છે. મહિલાઓ સૂત્રોચ્ચાર કરતી હતી કે તેમને ભારતની નાગરિકતા આપવામાં આવે. બીજી બાજુ મુંબઈના અગ્રીપાડા અને જોગેશ્વરીમાં મુસ્લિમ મહિલાઓ સીએએ વિરુદ્ધ માર્ગો પર શુક્રવાર રાત્રિથી અડગ છે. તેમના હાથમાં ત્રિરંગા અને સીએએ વિરોધી બેનર-પોસ્ટરો છે. મહિલાઓ ઈન્કલાબ જિંદાબાદનો સૂત્રોચ્ચાર કરતાં ફૈઝ અહેમદની નજ્મ ‘હમ દેખેંગે’ ગાતી હતી. એનસીપી સાંસદ સુપ્રિયા સૂળે પણ મોરચામાં જોડાયાં હતાં. તેમણે કહ્યું કે ભાજપે દેશમાં અશાંતિ ફેલાવી. યુપીમાં લખનઉના ઘંટાઘર અને પ્રયાગરાજના રોશનબાગમાં પણ સીએએ વિરુદ્ધ મહિલાઓ એકજૂથ થઇ હતી. તે કહે છે કે કેન્દ્ર સરકાર હિન્દુ-મુસ્લિમ એકતાને તોડવા માગે છે. કોલકાતાના બેનિયાપુર, પાર્ક સર્કસ મેદાનમાં પણ મહિલાઓએ રેલી યોજી.

નાગરિકતા સુધારા કાયદાને લાગુ કર્યાને 47 દિવસ થઇ ચૂક્યા છે. દેશભરમાં લોકો તેના સમર્થન અને વિરોધમાં માર્ગો પર ઊતરી રહ્યા છે. દેખાવ દરમિયાન હિંસા પણ થઈ છે. લોકોએ શાંતિપૂર્વક પણ પોતાની વાત રજૂ કરી. ખાસ વાત એ છે કે આ મામલે દિલ્હીથી લઈને મુંબઈ સુધી મહિલાઓએ મોરચો સંભાળ્યો છે. દિલ્હીના શાહીનબાગમાં મહિલાઓ 35 દિવસથી વિરોધ-દેખાવો કરી રહી છે. આ દરમિયાન શનિવારે એવા સમાચાર આવ્યા કે રાજસ્થાનમાં પાકિસ્તાનથી આવેલી હિન્દુ શરણાર્થી નીતા કંવરે સરપંચની ચૂંટણી જીતી લીધી છે.

આદેશ : દિલ્હી હાઈકોર્ટે કહ્યું - શાહીનબાગ રોડ બંધ મામલે પોલીસ એક્શન લે
દિલ્હી હાઈકોર્ટે શાહીનબાગમાં દેખાવને લીધે વાહનવ્યવહાર ઠપ હોવા મામલે શનિવારે પોલીસને આદેશ આપ્યો. કોર્ટે કહ્યું કે પોલીસ આ મામલે એક્શન લે. શાહીનબાગમાં 35 દિવસથી દેખાવો ચાલી રહ્યા છે. અરજદારો કહે છે કે ચક્કાજામને લીધે બાળકો સ્કૂલે નથી જઈ શકતાં.

પરિવર્તન : હિન્દુ મહિલા શરણાર્થી સરપંચ બની, 4 મહિના પહેલાં નાગરિકતા મળી હતી
ટોંક - રાજસ્થાનના ટોંક જિલ્લામાં પાકિસ્તાની હિન્દુ શરણાર્થી નીતા કંવરે સરપંચની ચૂંટણી જીતી લીધી છે. તે જિલ્લાના નટવાડા ગ્રામ પંચાયતની સરપંચ બનશે. નીતાએ 362 વોટથી ચૂંટણી જીતી. તે 2001માં રાજસ્થાન આવી હતી. સપ્ટેમ્બર 2019માં તેમને ભારતની નાગરિકતા મળી હતી.

રાજકારણ-1 : વરુણ ગાંધીએ કહ્યું - સીએએ પર સરકારનો વિરોધ કરો, રાષ્ટ્રનો નહીં
નવી દિલ્હી - ભાજપ સાંસદ વરુણ ગાંધીએ એક ઈન્ટરવ્યૂમાં નાગરિકતા કાયદા પર પોતાની વાત રજૂ કરી. તેમણે કહ્યું કે પાકિસ્તાનમાં લઘુમતીઓની સ્થિતિ બદતર છે એટલા માટે સીએએ યોગ્ય છે. લોકો ઈચ્છે તો સરકારનો વિરોધ કરે પણ તેમણે રાષ્ટ્રનો વિરોધ ન કરવો જોઈએ.

રાજકારણ-2 : CPMનો કેરળના રાજ્યપાલ પર કટાક્ષ, કહ્યું - રાજકીય રમત રમી રહ્યા છે
તિરુવનંતપુરમ -
કેરળમાં CPMના મુખપત્ર ‘દેશાભિમાની’એ ‘રાજ્યપાલની રાજકીય રમત’ શીર્ષક સાથે લખ્યું કે ગવર્નર આરિફ મોહમ્મદ કઠોર શબ્દોમાં રાજ્યને ધમકાવે છે. તેમણે મર્યાદામાં રહેવું જોઇએ. ઉલ્લેખનીય છે કે આરિફે પણ સીએએ અંગે સુપ્રીમકોર્ટ જવા મામલે રાજ્ય સરકારની ટીકા કરી હતી.

X
દિલ્હીમાં ભાજપ હેડક્વાર્ટર સામે પાકિસ્તાની હિન્દુ મહિલા શરણાર્થીઓએ સીએએના સમર્થનમાં પણ રેલી યોજી. તેમાંથી મોટા ભાગના લોકો ઉત્તર દિલ્હી આદર્શનગરની બે કોલોનીઓમાં રહે છે.દિલ્હીમાં ભાજપ હેડક્વાર્ટર સામે પાકિસ્તાની હિન્દુ મહિલા શરણાર્થીઓએ સીએએના સમર્થનમાં પણ રેલી યોજી. તેમાંથી મોટા ભાગના લોકો ઉત્તર દિલ્હી આદર્શનગરની બે કોલોનીઓમાં રહે છે.
મુંબઈના અગ્રીપાડા, જોગેશ્વરીમાં મુસ્લિમ મહિલાઓએ શુક્રવારે રાતભર નાગરિકતા કાયદા વિરુદ્ધ દેખાવ કર્યા. શનિવારે પણ તેમનું આંદોલન જારી રહ્યું. આ દરમિયાન વિપક્ષના નેતાઓ તેમને મળતા રહ્યા.મુંબઈના અગ્રીપાડા, જોગેશ્વરીમાં મુસ્લિમ મહિલાઓએ શુક્રવારે રાતભર નાગરિકતા કાયદા વિરુદ્ધ દેખાવ કર્યા. શનિવારે પણ તેમનું આંદોલન જારી રહ્યું. આ દરમિયાન વિપક્ષના નેતાઓ તેમને મળતા રહ્યા.
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી