વીરપુરમાં કોમીએકતા / હઝરતકાજી મેહમુદ દરિયાઈ દુલ્હાની દરગાહ પર હિન્દુ દંપતી દ્વારા 1.025 કિલો સોનું દાનમાં અપાયું

રાજસ્થાના પટેલ પરિવાર દ્વારા ગુંબજની ટોચને સોનાથી મઢવામાં આવી
રાજસ્થાના પટેલ પરિવાર દ્વારા ગુંબજની ટોચને સોનાથી મઢવામાં આવી

  • 500 વર્ષ પહેલાં અમદાવાદના બાદશાહ દ્વારા સોનું ચઢાવ્યું હતું, ત્યાર બાદ પટેલ પરિવારે ગુંબજની ટોચને સુવર્ણથી મઢી

Divyabhaskar.com

Dec 01, 2019, 01:00 AM IST

વીરપુરઃ વીરપુરના મહાન સુફીસંત હઝરત ખ્વાજા મહેમુદ દરિયાઈ દુલ્હા ઉર્ષ મેળાની ઉજવણી કરવામાં આવી રહી છે. જેમાં ગુજરાત સહિત રાજસ્થાન, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ સહિતના લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ પુરી શ્રધ્ધા સાથે પોતાની માનતા લઇને આવે છે. જેમાં રાજસ્થાનના પટેલ પરિવારે પોતાની શ્રદ્ધા વ્યક્ત કરતાં દરગાહ પર એક કિલો 25 ગ્રામ સોનું દરગાહને ભેટ આપ્યું છે. રાજસ્થાન પટેલ પરિવારના સભ્યો દ્વારા હઝરતકાજી મેહમુદ દરિયાઈ દુલ્હાની દરગાહના શીખર પર એક કિલો 25 ગ્રામ સોનુ દરગાહને ભેટ આપવામાં આવી હતી. રાજસ્થાનના બાસવાડા વિસ્તારના ડોક્ટર વિણાબહેન સહિતના પરીવાર દ્વારા વર્ષોથી વીરપુરના દરિયાઈ દુલ્હાની દરગાહના મેળામાં મુખ્ય ચાર દિવસ દરમિયાન સવાર અને સાંજ બંને ટાઈમ વિના મુલ્યે ભોજન આપવામાં આવે છે. જેઓના પરિવાર વર્ષોથી ઈચ્છા હતી કે, વીરપુરના દરગાહના શીખર સોનાનું બનાવવાની જે પૂર્ણ થતાં પટેલ પરિવારમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.

દરગાહ સાથે મારી આસ્થા જોડાયેલી છે, મેં મારું સ્વપ્ન પૂરું કર્યું
હું મારા પરિવારના સભ્યોની સાથે વર્ષોથી હજરત ખ્વાજા મહેમુદ દરિયાઈ દૂલ્હાની દરગાહ પર દર્શન કરવા આવું છે. આ દરગાહ સાથે મારી આસ્થા જોડાયેલ છે, એક દિવસ દરગાહના શીખરને જોઈ અને મેં સંકલ્પ કર્યૉ હતો કે, હું જયારે સક્ષમ હોઈશ ત્યારે પ્રથમ દાદાની દરગાહના આ ગુંબજ પર સોનાનો કળશ ચડાવીશ એ સ્વપ્ન મારુ આ દરગાહ પરના 500મા ઉર્સ પર પૂર્ણ થતા હું અને મારો સમગ્ર પરિવાર ખુશ છીએ. - ડો. વિણાબહેન પટેલ, સોનાનું દાન આપનારા.

X
રાજસ્થાના પટેલ પરિવાર દ્વારા ગુંબજની ટોચને સોનાથી મઢવામાં આવીરાજસ્થાના પટેલ પરિવાર દ્વારા ગુંબજની ટોચને સોનાથી મઢવામાં આવી

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી