તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

કોરોના બેકાબૂ:મોરબીમાં વધુ 26 કોરોના પોઝિટિવ કેસ, 23 સ્વસ્થ થયા

મોરબી8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બુધવારે 1258 લોકોના કોરોના ટેસ્ટ કરાયા
  • ધોરાજીમાં 36, જસદણમાં 26 કેસ નોંધાયા

મોરબી જિલ્લામાં કોરોના મહામારી હવે અટકવાનું નામ લઇ રહી નથી.જિલ્લામાં દરરોજ 25થી વધુ કેસ સામે આવી રહ્યા છે. બુધવારે પણ જિલ્લામાં કુલ 26 નવા કોરોનાના દર્દીઓ સામે આવ્યા હતા.જેમાં મોરબી શહેરમાં 11, ગ્રામ્યમાં 5,વાંકાનેર શહેરમાં 2,હળવદ શહેર માં એક ગ્રામ્યમાં 2,ટંકારા ગ્રામ્યમાં 1 અને માળીયા શહેરમાં કુલ4 નવા કેસ નોધાયા હતા તો બીજી તરફ 23 દર્દીઓ સ્વાસ્થ્ય થતા તેઓને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરાયા છે.તો સાજા થનારા દર્દીઓની સંખ્યા 1057 પર આવી પહોંચી ગયો છે. હવે જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા 255 પર પહોંચી છે.મોરબીમાં આરોગ્ય વિભાગ દ્વારા 16 મોત બાદ નવા આંકડા જાહેર કરવામાં આવી રહ્યા નથી. હાલ કોરોનાના કુલ કેસ 1380 પર પહોંચી ગયો છે. ધોરાજીમાં શહેર અને ગ્રામીણ વિસ્તાર મળી કુલ 36 કેસ નોંધાયા જ્યારે જસદણ પંથકના 185 રેપિટ ટેસ્ટ કરાતા તેમાંથી 26 દર્દીને કોરોના પોઝિટિવ આવ્યો છે.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે ભાવનાત્મક રીતે મજબૂત રહેશો. જ્ઞાનવર્ધક તથા રોચક કાર્યોમાં સમય પસાર થશે. પરિવાર સાથે ધાર્મિક સ્થળે જવાનો પણ પ્રોગ્રામ બનશે. તમે તમારા વ્યક્તિત્વમાં પોઝિટિવ પરિવર્તન અનુભવ કરશો. નેગ...

વધુ વાંચો