તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

કોરોનાવાઈરસ:મહીસાગરમાં વધુ 19 પોઝિટિવ કેસ, કુલ 848 લોકો સંક્રમિત, 87 દર્દીઓ સારવાર હેઠળ

લુણાવાડા2 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર
  • 12 દર્દી સ્વસ્થ થતા રજા અપાઇ

સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવી રહેલા કોરોનાની સામે લડવા કેન્દ્ર અને રાજય સરકારે અગમચેતીનાં સંખ્યાબંધ પગલાંઓ લીધા છે. કોરોના સામે લડવા લોકોની જાગૃતિ એટલી જ જરૂરી છે. જાગૃતિ અને સાવધાની એ જ બચાવનું શ્રેષ્ઠ માધ્યમ સાબિત થયા છે. ત્યારે મહીસાગર જિલ્લા કલેકટર આર. બી. બારડ અને જિલ્લા વિકાસ અધિકારી નેહા કુમારીના સીધા માર્ગદર્શન હેઠળ જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા અનેકવિધ પગલાંઓ ભરવામાં આવી રહ્યા છે.

મહિસાગર જિલ્લામાં બુધવારે બાલાસિનોર તાલુકાની 2 સ્ત્રી, 1 પુરુષ, કડાણા તાલુકાના 2 પુરૂષ, ખાનપુર તાલુકાના 1 સ્‍ત્રી અને 1 પુરૂષ, લુણાવાડા તાલુકાના 5 સ્‍ત્રી અને 4 પુરૂષ, સંતરામપુર તાલુકાના 1 સ્‍ત્રી અને 1 પુરૂષ જયારે વિરપુર તાલુકાના 1 પુરૂષોનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતા જિલ્લામાં કોરોનાના અત્યાર સુધીમાં કુલ 848 કેસ પોઝીટીવ નોધાયા છે. જિલ્‍લામાં સારવાર લઇ રહેલ દર્દીઓ પૈકી બાલાસિનોર તાલુકાની 1 સ્ત્રી, 4 પુરૂષ, ખાનપુર તાલુકાની 3 સ્ત્રી, લુણાવાડા તાલુકાની 1 સ્ત્રી અને 1 પુરુષ જયારે સંતરામપુર તાલુકાના 2 પુરૂષે કોરોનાને મહાત આપતાં રજા આપતાં કુલ 723 દર્દીઓ સ્વસ્થ થઇને સ્વગૃહે પરત ફર્યા છે.

જ્યારે જિલ્લામાં કોરોનાના સંક્રમણને કારણે 8 વ્યક્તિનું મૃત્યુ થયા છે. જયારે અન્ય કારણથી 30 દર્દીઓના મૃત્યુ થતાં જિલ્લામાં કુલ 38 મૃત્યુ નોંધાવા પામ્યા છે. અત્યાર સુધીમાં જિલ્લામાં સીઝનફલુ / કોરોનાના કુલ 385 31 રીપોર્ટ નેગેટીવ આવ્યા છે. તેમજ જિલ્લાના 205 વ્યક્તિઓને હોમ ક્વોરોન્ટાઇલ હેઠળ રાખવામાં આવ્યા હોવાનું મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીએ જણાવ્યું છે. કોરોના પોઝીટીવ આવેલ દર્દીઓ પૈકી 81 દર્દીઓ સ્ટેબલ અને 6 દર્દીઓ ઓક્સિજન પર છે.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય આર્થિક પક્ષ પહેલાંથી વધારે સક્ષમ અને સુદૃઢ સ્થિતિમાં રહેશે. થોડાં સમયથી ચાલી રહેલી ચિંતાઓથી રાહત મળશે. પરિવારના લોકોની દરેક નાની-મોટી જરૂરિયાતો પૂર્ણ કરવામાં તમને આનંદ મળશે. નેગેટિવ...

વધુ વાંચો