તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

ક્રાઇમ:ધ્રોલ પંથકમાં ચાર વર્ષ પૂર્વેની ધાડમાં ફરાર પરપ્રાંતીય બેલડી પકડાઈ ગઈ

જામનગર8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અમરેલીના નાની કુકાવાવ, રાજકોટના માખાવડમાંથી પેરોલ ફર્લો સ્કવોડે દબોચી લીધા

ધ્રોલ પંથકમાં આવેલી એન્જલ કોટેક્ષ જીનીંગ મીલમાં લગભગ ચાર વર્ષ પુર્વે સાતેક ઘાડપાડુની ગેંગે મોડી રાત્રે પથ્થરમારો કરી હાજર લોકોને ઇજા પહોચાડી રોકડ અને મોબાઇલ ફોન સહિતની માલમતાની ઘાડ પાડી હતી જે બનાવ અંગે જે તે સમયે પોલીસે ફરીયાદ નોંધી તપાસ હાથ ધરતા બનાવનો ભેદ ખુલ્યો હતો.

આ ચકચારી ઘાડ પ્રકરણમાં સંડોવાયેલા બે નાસતા ફરતા આરોપી વિશે પેરોલ ફર્લો સ્કવોડના પીએસઆઇ એ.એસ.ગરચરના નેતૃત્વ હેઠળ પોલીસ ટીમના હેડ કોન્સ. સલીમભાઇ નોયડા,ગજેન્દ્રસિંહ જાડેજા અને ચંદ્રસિ઼હ જાડેજા સહિતની ટીમને બાતમી મળી હતી જે બાતમી પરથી પોલીસ ટીમે તપાસનો ધમધમાટ હાથ ધરી આ બંને નાસતા ફરતા આરોપી મધ્યપ્રદેશના વતની હાલ અમરેલીના નાની કુકાવાવ સીમમાં રહેતા લાલસિંગ લટુ મનલી ઉપરાંત રાજકોટના માખાવડ સીમમાં રહેતા બાંડીયા રાયસિંગ ડાવરને પકડી પાડયા હતા.જે બંનેનો કબજો ધ્રોલ પોલીસને સુપરત કરાયો હતો જેની પુછપરછ સાથે વધુ તપાસ સ્થાનિક પોલીસે હાથ ધરી છે.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે ભાવનાત્મક રીતે મજબૂત રહેશો. જ્ઞાનવર્ધક તથા રોચક કાર્યોમાં સમય પસાર થશે. પરિવાર સાથે ધાર્મિક સ્થળે જવાનો પણ પ્રોગ્રામ બનશે. તમે તમારા વ્યક્તિત્વમાં પોઝિટિવ પરિવર્તન અનુભવ કરશો. નેગ...

વધુ વાંચો