તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

દુર્ઘટના:ઉમરગામમાં કન્ટેનર વીજ તાર સાથે અડી જતા આગ

ઉમરગામ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ટાયરો ફાટતા આગ વિકરાળ બની

ઉમરગામ જી.આઇ.ડી.સી. ખાતેના માર્ગ ઉપેરથી વધુ ઊંચય ધરાવતું સમાન ભરીને પસાર થતું કન્ટેનર નં DN-09y - 9626 વીજળીના તારને અડી જતાં કન્ટેનરના ટાયરોમાં ધડાકા સાથે આગ લાગવાની ઘટના બની હતી. આ ઘટના સમયે પોતાનો જીવ બચાવવા કન્ટેનર ચાલક વાહન રોકી બહાર કૂદી પડ્યો હતો. આ ઘટનાની જાણ ઉમરગામ પાલિકા અને નોટિફાઇડના ફાયર ફાઈટર ને થતા તેઓ એ ઘટના સ્થળે આવીને કન્ટેનરમાં લાગેલી આગને તાત્કાલિક કાબુમાં લીઘી હતી ઘટનામાં કન્ટેનરના પાછળના તમામ ટાયર બળી ખાક થઈ પામ્યા હતા. વીજળીના તારો નીચા હોવાથી તેમજ વધુ ઊંચાય વાળો માલ સમાન ટ્રકોમાં ભરવાથી વર્ષ દરમિયાન આ પ્રકારની આગ લાગવાની ઘટના ભૂતકાળમાં અનેક બની છે આવી ઘટના રોકવા જરૂરી પગલાં લેવાની અવશક્તા છે. રવિવારે એક જ દિવસે જિલ્લામાં બે જગ્યાએ આગ લાગવાના બનાવ બન્યા હતાં. જેમાં ડુંગરી હાઇવે અને ઉમરગામ જીઆઇડીસી વિસ્તારમાં આગ લાગતા દોડધામ મચી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ અનુભવી તથા ધાર્મિક પ્રવૃત્તિના વ્યક્તિ સાથે મુલાકાત તમારી વિચારધારામાં પણ પોઝિટિવ પરિવર્તન લાવશે. જીવન સાથે જોડાયેલાં દરેક કાર્યને કરવાની સારી દૃષ્ટિ પ્રાપ્ત થશે. આર્થિક સ્થિતિ...

વધુ વાંચો