તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

અકસ્માત:કડીની શિવશક્તિ સોસા.ના મકાનમાં શોર્ટસર્કિટથી આગ

કડી9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ટીવી, ફીઝ, પંખા સહિતના ઉપકરણો આગમાં ખાખ થયા

કડીના ટાઉનહોલની સામે આવેલી શિવશક્તિ સોસાયટીમાં એક મકાનમાં શનિવારે મધરાતે શોર્ટ સર્કિટથી આગ લાગતાં વીજ ઉપકરણો તેમજ ઘરના સરસામાનને નુકસાન થયું હતું. ફાયરબ્રિગેડે આગ હોલવી હતી. આગને લઇ રાત્રે દોડધામ મચી ગઇ હતી. શહેરના ટાઉનહોલની સામે શિવશક્તિ સોસાયટીમાં મોહનભાઈ પટેલના મકાનમાં ભાડે રહેતા શ્યામ બહાદુરસિંગ શનિવારે રાતે પરિવાર સાથે ઘરમાં સૂઈ ગયા હતા.

મધરાતે દોઢ વાગ્યાના સુમારે શોર્ટ સર્કિટ થતાં ધૂમાડાથી આખું ઘર ભરાઈ જતાં પરિવાર બહાર નીકળી ગયો હતો. ઘરમાં ટીવી, ફીઝ, લાઈટ, પંખા સહિતના વીજ ઉપકરણો આગની લપેટમાં આવી જતાં બળી ગયા હતા. પાલિકાના ફાયર બ્રિગેડને જાણ કરતાં દોડી આવી આગ પર કાબુ મેળવ્યો હતો. ઘટનાની જાણ થતાં ઈન્ચાર્જ ટીડીઓ મહેન્દ્રસિંહ ઝાલા પણ ઘટનાસ્થળે દોડી ગયા હતા.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે કોઇ સમાજ સેવા કરતી સંસ્થા કે કોઇ પ્રિય મિત્રની મદદમાં સમય પસાર થશે. ધાર્મિક તથા આધ્યાત્મિક કાર્યોમાં પણ તમારો રસ જળવાશે. યુવા વર્ગ પોતાની મહેતન પ્રમાણે શુભ પરિણામ પ્રાપ્ત કરશે. તમારા લક્...

વધુ વાંચો