સુરત / બેગમપુરામાં લાકડાના જૂના બે મકાનમાં લાગેલી આગ પર કાબૂ મેળવાયો

બેગમપુરામાં લાકડાના મકાનમાં આગ લાગતાં ફાયરબ્રિગેડે પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો.

  • ફાયરબ્રિગેડની 8થી વધુ ગાડીઓએ આગ પર કાબૂ મેળવ્યો
  • ઘરના સભ્યો નોકરી પર ગયા હોવાથી ઈજા જાનહાનિ ટળી

Divyabhaskar.com

Jan 24, 2020, 05:55 PM IST

સુરતઃબેગમપુરામાં દારૂખાના રોડ પર આવેલી મોતી ટોકિઝની બાજુમાં બે મકાનમાં આગ લાગી ગઈ હતી. લાકડાના મકાનમાં લાગેલી આગના પગલે આસપાસમાં ભયનો માહોલ પેદા થયો હતો. ઘટનાની જાણ થતાં ફાયરબ્રિગેડની આઠ જેટલી ગાડીઓએ ઘટનાસ્થળે પહોંચી આગ પર પાણીનો મારો ચલાવીને કાબૂ મેળવ્યો હતો. ઘરના સભ્યો નોકરી ધંધે ગયા હોવાથી ઈજા જાનહાનિ ટળી હતી.

પોલીસ કાફલો દોડી ગયો

બેગમપુરામાં લાકડાના બે મકાનોમાં લાગેલી આગની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને ટ્રાફિક નિયમનની સાથે મોટી સંખ્યામાં આગને જોવા આવતાં લોકોના ટોળાને વિખેરીને ફાયરબ્રિગેડની કામગીરીમાં અડચણ રૂપ લોકોને દૂર કર્યાં હતાં.

નરેશભાઈનું મકાન બળીને ખાખ થયું

દારૂખાના રોડ પર આગળની બાજુ નરેશભાઈ નરેશભાઈ કાપડીયાનું મકાન આવેલું હતું. અગમ્યકારણોસર લાગેલી આગના કારણે તેમનું આખું બળીને ખાખ થઈ ગયું હતુ જ્યારે એમની પાછળ અશોક રાણાના મકાનનો ચોથો માળ આગની ઝપેટમાં આવતા બળી ગયો હતો.

ઈજા જાનહાનિ ટળી

આગ લાગી તે દરમિયાના મકાનમાં રહેતા ઘરના સભ્યો નોકરી-ધંધે ગયા હતાં અને બાકીના સભ્યો ઓટલે બેઠાં હતાં જેને લઈ કોઈ જાનહાની નોંધાઈ નથી. હાલ ફાયરબ્રિગેડ દ્વારા આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે.

X
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી