સુરત / કિમની કેમિકલ ફેક્ટરીમાં રાત્રે 3 વાગ્યે લાગેલી ભીષણ આગ પર કાબૂ મેળવાયો

  • રાત્રે આગ ફાટી નીકળતાં આસપાસ ડરનો માહોલ ફેલાયો
  • ફાયરબ્રિગેડે પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો

Divyabhaskar.com

Dec 09, 2019, 12:53 PM IST

સુરતઃકિમની એક કેમિકલ ફેકટરીમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. રાત્રે 3 વાગ્યા આસપાસ લાગેલી આગના પગલે આસપાસ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગ પર કાબૂ મેળવવા પાનોલી,કામરેજ સુરત સહિતના આઠેક ફાયર ફાઈટરની મદદથી આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો.

અન્ય પ્લાન્ટના કર્મચારીઓને ખબર પડી

કિમમાં આવેલી સુમિલોન નામની કેમિકલ ફેકટરીના પ્લાન્ટમાં આગ બાદ કર્મચારીઓમાં ભાગદોડ મચી ગઈ હતી.બીજા પ્લાન્ટના કર્મચારીઓએ તાત્કાલિક ફાયરને જાણ કરતા પાનોલી, કામરેજ સહિતના 8-9 ફાયર ફાઇટરની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી. સવારે આઠ વાગ્યા સુધીમાં આગ કાબૂમાં લેવામાં ફાયરના જવાનો સફળ થયા હતાં પરંતુ ધુમાડો નીકળતો હોવાથી કુલિંગ ચાલુ રાખી મોટી દુઘટનાને અટકાવવાનો પ્રયાસ હાથ ધરાયો હતો.

ભારે નુકસાન

કીમના નવાપુરા પાટીયા પાસે પ્લોટ નંબર 161માં આવેલી સુમિલોન કંપનીમાં આગ લાગ્યા પાછળનું કારણ અકબંધ રહ્યું છે.પ્રાથમિક તપાસમાં કોઈ જાનહાની નોંધાય ન હોવાનું જાણવા મળ્યું છે.
સુમિલોન કેમિકલ ફેકટરીના માલિક જીતુભાઇ જરીવાળાએ ફાયર ઓફિસર વાળા (સુરત ને કહ્યું હતું કે, અલગ અલગ પ્રકારના કેમિકલ સહિત પાઉડર બળીને ખાખ થઈ ગયો છે. કંપનીમાં ભારે નુકસાન થયાનું જાણવા મળી રહ્યું છે.

X
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી