તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • A Few Things Can Be Done To Prevent Stress In Pregnancy

અમુક બાબતોનું ધ્યાન રાખીને પ્રેગનન્સીમાં તણાવથી બચી શકાય છે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • પ્રેગ્નન્સી દરમિયાન મહિલાઓએ તણાવથી દૂર રહેવું જોઈએ
  • ગર્ભવતી મહિલાઓએ પ્રેગ્નન્સીની શરૂઆતના સમયમાં પોતાની જાતને શારીરિક રીતે એક્ટિવ રાખવી જોઈએ
  • પ્રેગ્નન્સી દરમિયાન મહિલાઓના શરીરમાં હોર્મોન્સ ફેરફાર પહેલાની સરખામણીમાં ઘણા વધી જાય છે

દિવ્યશ્રી ડેસ્ક. પ્રેગ્નન્સી દરમિયાન મહિલાઓએ તણાવથી દૂર રહેવું જોઈએ. કેમ કે, ગર્ભાવસ્થામાં તણાવ લેવાથી શરીરિક અને માનસિક થાક અનુભવાય છે. તેમજ ગંભીર સ્થિતમાં તે ગર્ભપાતનું કારણ પણ બની શકે છે. એટલા માટે તણાવથી દૂર રહેવા માટે પ્રેગ્નન્ટ મહિલાઓએ બને એટલા પ્રયાસો કરવા જોઈએ. પ્રેગ્નન્સી દરમિયાન તણાવથી દૂર રહેવા માટે કેટલાક ઉપાય કરવા જોઈએ છે. 

એક્ટિવ રહેવું
અત્યારની જીવનશૈલીમાં આપણે બધા શારીરિક રીતે ઓછા સક્રિય રહીએ છીએ. કેમ કે, અત્યારે મોટાભાગનું કામ બેસી અથવા ઉભા રહીને કરવાનું હોય છે. એવામાં શરીરને એક્ટિવ રાખવા માટે અલગથી એક્સસાઈઝ અને વોક કરવાની જરૂર હોય છે. ગર્ભવતી મહિલાઓએ પ્રેગ્નન્સીની શરૂઆતના સમયમાં પોતાની જાતને શારીરિક રીતે એક્ટિવ રાખવી જોઈએ. તેનાથી તેમને ડિલિવરીના સમયે આવતી ઘણી શારીરિક અને માનસિક પીડાનો સામનો કરવામાં મદદ મળે છે. 

ડાયટનું ધ્યાન રાખવું
પ્રેગ્નન્સી દરમિયાન મહિલાઓના શરીરમાં હોર્મોન્સ ફેરફાર પહેલાની સરખામણીમાં ઘણા વધી જાય છે. તેથી જરૂરી છે કે તમે તમારા પોષણનું પૂરતું ધ્યાન રાખો. ડોક્ટરે આપેલી તમામ વસ્તુનું સમય પર સેવન કરવું. ન્યૂટ્રિશંસનું પૂરતું ધ્યાન રાખવું. ફ્રૂટ્સ અને દાળનું વધારેમાં વધારે સેવન કરવું. 

આરામ કરવો
પ્રેગનન્સી દરમિયાન તમારે તમારી ઊંઘ પ્રત્યે વધારે ધ્યાન આપવું જોઈએ. ગર્ભાવસ્થામાં પૂરતી ઊંઘ લેવાથી બાળકના શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પર સકારાત્મક અસર પડે છે. હોર્મોન્સનું લેવલ બરાબર રહે છે. એટલા માટે ગર્ભાવસ્થા દરમિયાન પૂરતી ઊંઘ લેવી જરૂરી છે. 

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ઉન્નતિને લગતાં શુભ સમાચારની પ્રાપ્તિ થશે. ધાર્મિક અને આધ્યાત્મિક કાર્યોમાં પણ થોડો સમય પસાર થશે. કોઇ વિશેષ સમાજ સુધારકનું સાનિધ્ય તમારી અંદર પોઝિટિવ ઊર્જા ઉત્પન્ન કરશે. નેગેટિવઃ- ઘરના...

વધુ વાંચો