તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધાર્મિક:દુષ્કાળમાં પ્રમુખસ્વામીએ કરેલા રાહત કાર્યોની ડોક્યુમેન્ટરી ફિલ્મ ભાવિકોને બતાવાઈ

રાજકોટ10 દિવસ પહેલા
  • કૉપી લિંક

બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા રવિવારે સાંજે 5.30થી 7.30 દરમિયાન દુષ્કાળ દરમિયાન પ્રમુખસ્વામીએ કરેલા રાહત કાર્યો અને કરુણાની અમૃતવર્ષા વિશે બનાવાયેલી ડોક્યુમેન્ટરી ફિલ્મ ભાવિકોને ઓનલાઈન લિંકના માધ્યમથી બતાવવામાં આવી હતી. સન 1987-88ના વર્ષ ગુજરાત માથે આવેલી દુષ્કાળની કારમી પરિસ્થિતિમાં માણસો અને પશુઓએ સહેલી વેદનાના હૃદયદ્રાવક દૃશ્યો, પ્રમુખસ્વામી મહારાજે રેલાવેલી કરુણાગંગાની ઝલક અને સંતો-સ્વયંસેવકોની નિસ્વાર્થ સેવાની પ્રસ્તુતિ કરી હતી. આફત સમયે અનેકના આધાર બનનાર, સર્વજીવ હિતાવહ સંતની સેવા, સમર્પણ, સ્નેહ, સમાદર અને સૂઝનો આગવો પરિચય કરાવનાર ‘કરુણાની અમૃતવર્ષા’ નામની ડોક્યુમેન્ટરી ફિલ્મ બીએપીએસના અનુયાયીઓએ પરિવાર સાથે નિહાળી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Gujarati News
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય વિવેક અને ચતુરાઈથી કામ લેવાનો છે. તમારા છેલ્લાં થોડા સમયથી અટવાયેલાં કામ આજે પૂર્ણ થશે. બાળકના કરિયર અને અભ્યાસને લગતી કોઇ સમસ્યાનું પણ સમાધાન મળી શકશે. નેગેટિવઃ- રૂપિયા-પૈસાના મામલ...

વધુ વાંચો