તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

કાર્યક્રમ:હોમ લર્નિંગની નવી બાબતોની ચર્ચા અને પ્રસાર માટે જિલ્લા કક્ષાનો વેબિનાર યોજાયો

ભરૂચ13 દિવસ પહેલા
  • કૉપી લિંક

ભરૂચ DIET દ્વારા જીલ્લા કક્ષાના વેબિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનો હેતુ હોમ લર્નિંગ કાર્યક્રમની નવીન બાબતોની ચર્ચા અને તેનો મહત્તમ પ્રસાર-પ્રચાર કરવાનો હતો. હાલમાં ચાલી રહેલી કોરોનાની પરિસ્થિતિ દરમિયાન શાળાઓ બંધ છે. નવા શૈક્ષણિક સત્ર પર આ મહામારીની અસર ન થાય તેની ખાતરી કરવા માટે ગુજરાત સરકાર દ્વારા 15 જુન 2020થી હોમ લર્નિંગ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. હોમ લર્નિંગ કાર્યક્રમના અમલીકરણના ત્રણ મહિના બાદ, હોમ લર્નિંગ અને તેની અસરકારકતાને જોવા માટે, DIET ભરૂચે શિક્ષણ વિભાગના જિલ્લા કક્ષાના અધિકારીઓ (બીઆરસી, સીઆરસીસી, ઇનોવેટિવ ટીચર્સ) સાથે વેબિનારનું આયોજન કર્યું, જેથી હોમ લર્નિંગ ને સફળ વનાવા માટે ની બેસ્ટ પ્રેક્ટિસ આપલે કરવામાં આવે. આ વેબિનારનું ઉદઘાટન DIETના પ્રાચાર્ય ગઢવીએ કર્યું હતું.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે તમારી અંદર ભરપૂર વિશ્વાસ અને ઊર્જાનો અનુભવ કરશો. આર્થિક પક્ષ મજબૂત થશે. તમારા બધા કાર્યોને સમયે પૂર્ણ કરવાની કોશિશ કરશો. કોઇ નજીકના સંબંધીના ઘરે જવાની પણ યોજના બનશે. નેગેટિવઃ- ખર્...

વધુ વાંચો