તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શરતી રાહત:શહેરમાં દિવસનો કર્ફ્યૂ ઉઠાવાયો, રાત્રે 9 પછી લગ્ન કે અન્ય કોઈ સમારોહ યોજી શકાશે નહિ

અમદાવાદ2 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રાતે 9થી સવારે 6 સુધીનો કર્ફ્યૂ યથાવત્, માર્કેટમાં ભીડ ભેગી થશે તો કડક કાર્યવાહી થશે

શહેરમાં સોમવારે સવારે 6 વાગ્યે કર્ફ્યૂ પૂરો થઇ ગયો છે, પરંતુ રાતે 9 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધીનો કર્ફ્યૂ યથાવત્ જ રહેશે. જો કે રાત્રી કર્ફ્યૂને ધ્યાનમાં રાખીને સોમવારથી અમદાવાદમાં રાતના 9 વાગ્યા પછી લગ્ન કે અન્ય કોઈપણ કાર્યક્રમ યોજી શકાશે નહીં.

આ વિશે પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે, અગાઉ થયેલી જાહેરાતના આધારે અમદાવાદમાં રાતે 9 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધીનો કર્ફ્યૂ યથાવત્ રાખવામાં આવ્યો છે. તેમજ રાતે 9 વાગ્યા પછી લગ્ન, રિસેપ્શન, બર્થ ડે પાર્ટી સહિત કોઈ કાર્યક્રમ યોજી શકાશે નહીં.

કર્ફ્યૂ વચ્ચે કુબેરનગરમાં વરઘોડો નીકળ્યો, સોશિયલ ડિસ્ટન્સ ન જાળવ્યું
શહેરમાં ફરી કોરોનાના કેસ વધતા કર્ફ્યૂ લાદવામાં આવ્યો હતો ત્યારે બીજી તરફ શહેરના કુબેરનગર બંગલા વિસ્તારમાં એક લગ્નનો વરઘોડો નીકળ્યો હતો. આ વરઘોડામાં જાનૈયાઓએ માસ્ક તો પહેર્યા હતા, પણ સોશિયલ ડિસ્ટન્સનો અભાવ જોવા મળ્યો હતો. જોકે લગ્નની મંજૂરી લેવાઈ હતી.

ભીડ થાય તેવા સ્થળે પોલીસની બાજ નજર
પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે, શાક માર્કેટ-ફ્રૂટ માર્કેટ-કરિયાણા સહિતની માર્કેટો સોમવારથી ફરી શરૂ થઇ જશે. ભીડભાડવાળા એરિયામાં પોલીસ બાજ નજર રાખશે. પહેલા પોલીસ તેમને માસ્ક પહેરવા અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવા સમજાવશે. તેમ છતાં જો કોઇ નહીં સમજે તો પછી દંડ વસૂલ કરશે તેમજ કેસ પણ કરશે.

લગ્ન સહિતના સમારોહની 71 અરજી મળી
શનિ અને રવિ, 2 દિવસમાં અમદાવાદમાં લગ્ન સહિતના સમારોહ યોજવા માટે કુલ 71 અરજી પોલીસ પાસે આવી હતી. જેમાં 6 હજાર માણસોને ભાગ લેવા માટે પોલીસ દ્વારા મંજૂરી અપાઇ હતી.

પોલીસ જરૂરિયાતમંદોને માસ્ક વિતરણ કરશે
શહેરના ચાર રસ્તાઓ, ટ્રાફિક સિગ્નલ સહિતના રસ્તાઓ ઉપર તેમજ જ્યાં જરૂર જણાશે ત્યાં પોલીસ દ્વારા ફ્રીમાં માસ્કનું વિતરણ કરાશે. ખાસ કરીને જરૂરિયાતમંદો અને શ્રમજીવીને નિ:શુલ્ક માસ્ક વિતરણ કરાશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પરિસ્થિતિ તથા સમયમાં તાલમેલ રાખીને કામ કરવામાં સક્ષમ રહેશો. માતા-પિતા તથા વડીલો પ્રત્યે મનમાં સેવાભાવ જળવાયેલો રહેશે. વિદ્યાર્થી તથા યુવાઓ પોતાના અભ્યાસ તથા કરિયર પ્રત્યે સંપૂર્ણ રીતે ફોકસ ર...

વધુ વાંચો