તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિતરણ:સિવિલના મૃતક કોરોના વોરિયર સુનિલના પરિવારને રૂપિયા 50 લાખનો ચેક અપાયો

સુરત10 દિવસ પહેલા
  • કૉપી લિંક

કોરોના દર્દીઓની સેવા દરમિયાન નવી સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં નર્સિંગ સ્ટાફ તરીકે ફરજ બજાવતા કોરોના યોદ્ધા સુનિલભાઈ નિમાવત કોરોનાગ્રસ્ત બન્યા હતા,જેમનું દુઃખદ નિધન થયું હતું. કેન્દ્ર સરકાર દ્વારા મૃતકના પરિવારને રૂ. 50 લાખનો ચેક અર્પણ કરાયો હતો. કોવિડ માટે ખાસ ફરજ પરના અધિકારી મહેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં સાંસદ સી.આર.પાટીલના હસ્તે સુનિલ નિમાવતના પરિવારને ચેક અર્પણ કરાયો હતો.

સુનિલભાઈએ વર્ષ 2000-2001માં કચ્છ-ભુજના રાપરથી નર્સિંગ સ્ટાફ તરીકે કામગીરીની શરૂઆત કરી હતી. ત્યારબાદ પોરબંદર, હળવદ, ખરવાસા બાદ સુરત સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવી હતી. ધારાસભ્ય સંગીતાબેન પાટીલે પરિવારને શાલ ઓઢાડીને સન્માનિત કર્યા હતા.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Gujarati News
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય વિવેક અને ચતુરાઈથી કામ લેવાનો છે. તમારા છેલ્લાં થોડા સમયથી અટવાયેલાં કામ આજે પૂર્ણ થશે. બાળકના કરિયર અને અભ્યાસને લગતી કોઇ સમસ્યાનું પણ સમાધાન મળી શકશે. નેગેટિવઃ- રૂપિયા-પૈસાના મામલ...

વધુ વાંચો