તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

ક્રાઇમ:મહુવામાં મિત્રએ મિત્રના ઘરે કરેલી ચોરી

ભાવનગર13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પરિવાર શ્રાધ્ધના કામે બહાર ગયેલ
  • મકાનમાંથી રોકડ તથા સોના ચાંદીના સહિત રૂ.1.91 લાખની મત્તા ઉઠાવી ગયા

આમ તો મિત્ર મિત્રને મદદ કરતો હોય છે અને તેની કોઈપણ મુશ્કેલીમાં સહારો બનીને ઉભો રહેતો હોય છે પરંતુ આ ઘોર કળીયુગમાં મિત્ર જ મિત્રના ઘરે ચોર બનીને ત્રાટકે છે. આવીજ એક ઘટના મહુવામાં મીત્રના મકાનમાં ચોરી કરનાર આરોપીને મહુવા પી.એસ.આઇ સુમરા તથા સ્ટાફે ચોરીના 1.91 લાખના મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો.

મહુવામાં રામપાસરા મંદિર સામે રહેતા અને દુધનો વેપાર કરતા ભરતભાઇ શામજીભાઇ વળીયા તા.11-09-2020ના રોજ તેમના પપ્પાના મમ્મીનુ શ્રાધ્ધ હોય તેના પરિવાર સાથે વાલાવાવ ગામે ત્યારે તેના બંધ મકાનના તાળા ખોલી કબાટના તાળા ખોલી કબાટમાં રહેલ રોકડ રૂ.4000 તથા દુધના પૈસા રૂ.36,000 તથા સોના ચાંદિના દાગીના કિં.રૂ.1,51,000 મળી કુલ રૂ.1,91,000ની મત્તા ચોરી કરીને લઇ ગયાની ફરિયાદ મહુવા પોલીસમાં નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ અંગે પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરેલી જેમાં બાતમીરાહે હકીકત મળેલ કે ફરિયાદીના મિત્ર રાહુલ ચંદુભાઇ ગોડીયા (રહે મહાકાળી નગર મહુવા)ચોરીના મુદ્દામાલ સાથે એસ.ટી.બસ સ્ટોપ પાછળ, સ્ટેશન રોડ પાસે ઉભો છે જેને આધારે પોલીસ સ્થળ પર જઇ આરોપીને ચોરીના રૂ.1,91,000ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરાવી છે. આરોપી રાહુલ ફરિયાદી ભરતભાઇનો મિત્ર હોય અને તેની સાથે ઘર જેવા સંબંધ ધરાવતો હોવાનુ જાણવા મળેલ છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે તમારી અંદર ભરપૂર વિશ્વાસ અને ઊર્જાનો અનુભવ કરશો. આર્થિક પક્ષ મજબૂત થશે. તમારા બધા કાર્યોને સમયે પૂર્ણ કરવાની કોશિશ કરશો. કોઇ નજીકના સંબંધીના ઘરે જવાની પણ યોજના બનશે. નેગેટિવઃ- ખર્...

વધુ વાંચો