તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત:કારની ટક્કરે ભિલોડાના વાઘપુરના બાઇકચાલકનું ઘટનાસ્થળેમોત થયું, મોડાસાના બામણવાડ પીકઅપ સ્ટેન્ડ પાસે બનાવ

મોડાસા5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બાઇક પાછળ બેઠેલ અન્ય શખ્સ ઇજાગ્રસ્ત થયો

મોડાસાના બામણવાડ પીકઅપ સ્ટેન્ડ પાસે કાર ચાલકે બાઇક ચાલકને ટક્કર મારતાં ભિલોડાના વાઘપુરના આધેડ બાઇક ચાલકનું ઘટનાસ્થળે મોત થયું હતું. આ. આ અંગે મૃતકના પુત્રે કાર ચાલક સામે રૂરલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. અકસ્માતમાં બાઇક પાછળ બેઠેલ અન્ય શખ્સ ઘાયલ થતાં સારવારમાં ખસેડ્યો હતો.

વાઘપુરના હેરિસનભાઈ દેવજીભાઈ વરસાત (52) મોડાસાના બામણવાડમાં જમીન ભાગમાં ખેડતા હોવાથી અવારનવાર વાઘપુરથી બામણવાડ અવર જવર કરતા હતા. રવિવારે ગડાદર જીવણપુર રોડ પર બામણવાડ પીકઅપ સ્ટેન્ડ પાસેથી બાઇક ચાલક નં. જીજે જીરો 09 સીસી 9256 લઈ જતા હતા. ત્યારે કાર નંબર જીજે જીરો 6 પીએના ચાલકે હેરિસનભાઈને ટક્કર મારતાં ઘટનાસ્થળે મોત થયું હતું. બાઇક પાછળ બેઠેલા રામજીભાઈ સોમાભાઈને શરીરે ગંભીર ઈજાઓ થતાં આજુબાજુના લોકો દોડી આવી સારવાર હેઠળ ખસેડ્યા હતા. જોકે મોકાનો ફાયદો ઉઠાવી કારનો ચાલક ભાગી છૂટ્યો હતો. આ અંગે મૃતકના પુત્રે કારચાલક સામે ફરિયાદ નોંધાવી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- થોડાં મહત્ત્વપૂર્ણ નવા સંપર્ક સ્થાપિત થશે જે ખૂબ જ લાભદાય રહેશે. તમારા ભવિષ્યને લગતી યોજનાઓને શરૂ કરવા માટે યોગ્ય સમય છે. શુભ કામ પણ સંપન્ન થશે. નેગેટિવઃ- વ્યક્તિગત સ્વાર્થના કારણે ખટાસ આ...

વધુ વાંચો