• Home
 • National
 • A big announcement could be made today, Nirmala Sitharaman will hold a press conference at 2.30 pm

છેવટે ઢીલાં પડ્યાં / સીતારમણે કહ્યું- અટકેલાં અફોર્ડેબલ હાઉસિંગ પ્રોજેક્ટ માટે અલગથી વિન્ડો બનશે, સરકાર 10 હજાર કરોડ આપશે

 • નિર્મલા સીતારમણે કહ્યું- એવા પ્રોજેક્ટ જે NPA નથી થયા અને દેવાળુ ફૂંકવાની હાલતમાં નથી, તેમને પૂરા કરવા માટે સ્પેશન વિન્ડો મારફતે મદદ મળશે
 • ‘સરકાર સિવાય LIC,અમુક અન્ય સંગઠન અને બેન્ક અને સોવરેન ફન્ડ સ્પેશ્યલ વિન્ડો ફંડના રોકાણકાર રહેશે’
 • ‘એક્સપોર્ટ ક્રેડિટ ઇન્સ્યોરન્સ સ્કિમનો દાયરો વધશે, નિકાસકારોને લોન દેનારી બેન્કોને વધારે ઇન્સ્યોરન્સ કવર આપવામાં આવશે’
 • 25 લાખ સુધીના ટેક્સ  ડિફૉલ્ટર પર તાત્કાલિક કાર્યવાહી નહીં, સિનિયરની મંજૂરી લેવી પડશે

Divyabhaskar.com

Sep 15, 2019, 02:50 AM IST

નવી દિલ્હી: નાણાંમંત્રી નિર્મલા સીતારમણે શનિવારે પ્રેસ કોન્ફરન્સ કરી. તેમણે કહ્યં કે દેશભરમાં અટકી ગયાલે એવા હાઉસિંગ પ્રોજેક્ટ જે નોન એનપીએ છે અને દેવાળુ ફૂંકાયેલા નથઈ તેમને પૂરા કરવા માટે સ્પેશ્યલ વિન્ડોની મદદ આપવામાં આવશે. તેના માટે અલગથી ફન્ડ બનાવવામાં આવશે. હાઉસિંગ અને બેન્કિંગ સેક્ટરના એક્સપર્ટ તેનું સંચાલન કરશે. સરકાર તેના માટે 10 હજાર કરોડ રૂપિયા આપશે અને લગભગ આટલી જ રકમ અન્ય રોકાણકારો આપશે.

નાણાંમંત્રીની ખાસ વાતો
25 લાખ સુધીના ટેક્સ ડિફૉલ્ટર પર કાર્યવાહી માટે સિનિયર અધિકારીની મંજૂરી લેવી પડશે

મોંઘવારીનો દર ચાર ટકાથી નીચે છે
વિદેશી રોકાણમાં વૃદ્ધિ થઇ છે.
વિદેશી મુદ્રા ભંડારમાં વધારો થયો છે.
બેન્કોએ વ્યાજદરમાં ઘટાડો કર્યો છે
ઘર ખરીદનાર અને ટેક્સ રિફોર્મ પર ફોકસ
ઇનકમ ટેક્સમાં ફેસલેસ એસેસમેન્ટ શરુ થશે, તેના માટે નોટિફિકેશન જાહેર થયું છે
ઔદ્યોગિક ઉત્પાદનમાં વૃદ્ધિ થઇ રહી છે
નાના કરદાદાઓ પર ઇનકમ ટેક્સમાં કોઇ ખામી રહેવા પર કાર્યવાહી નહિ થાય
25 લાખ રૂપિયાથી નીચેના ટેક્સ વિવાદ પર કોલોજિયમની મંજૂરી લેવી પડશે
કમ્પાઉન્ડિંગ માટે 31 ડિસેમ્બર સુધી અરજી કરી શકાય છે
નિકાસ વધારવા માટે બદલાવ કરવામાં આવ્યા છે
ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીમાં MEIS 31 ડિસેમ્બરથી ખતમ થશે, નવી પોલિસી 2020થી લાગૂ થશે
વિદેશી રોકાણમાં વૃદ્ધિ થઇ છે
ઇનપુટ ટેક્સ ક્રેડિટનું સંપૂર્ણ રીતે ઇલેક્ટ્રોનિક રીતે રિફન્ડ કરવામાં આવશે

નિકાસને પ્રોત્સાહન આપવા માટે મેગા શોપિંગ ફેસ્ટિવલ- નાણાંમંત્રી

ભારતમાં દુબઇમાં યોજાય છે તેવા લઘુ અને મધ્યમ કક્ષાના ઉદ્યોગો માટે મેગા શોપિંગ ફેસ્ટિવલ આયોજિત કરવામાં આવશે જેથી નિકાસને વધારી શકાય.

અફોર્ડેબલ હાઉસિંગ માટે RBI સાથે ચર્ચા કર્યા બાદ ECB ગાઇડલાઇનમાં છૂટ આપવામાં આવશે જેથી પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ઘર લેનારા નાગરિકોને સુવિધા મળે.

ડોક્યુમેન્ટ આઇડેન્ટિફિકેશન નંબર વિના કોઇ કમ્યુનિકેશન માન્ય નહિ હોય.
ઇનકમ ટેક્સના જૂના મામલાઓથી જોડાયેલા વિવાદોના સેટલમેન્ટ માટે 31 ડિસેમ્બર સુધી અરજી કરી શકાય છે.
એસેસમેન્ટથી જોડાયેલા કમ્યુનિકેશન ઇલેક્ટ્રોનિક સિસ્ટમથી થશે. ટેક્સપેયરને કોઇ પીડા નહિ ભોગવવી પડે.

ત્રિમાસિક GDP ગ્રોથ 6 વર્ષમાં સૌથી ઓછી
એપ્રિલ-જૂનમાં GDP ગ્રોથ ઘટનીને 5 ટકા રહી ગઇ જે પાછલા 6 વર્ષોમાં સૌથી ઓછી છે. વાહનોનું વેચાણ લગાતાર ઘટવાથી ઓટો સેક્ટર દબાણમાં છે. અર્થવ્યવસ્થામાં સુધારા માટે સરકારે પાછલા દિવસોમાં બેન્કોના મર્જર, સ્ટાર્ટઅપને એન્જલ ટેક્સમાથી છૂટ અને શેરબજારમાં વિદેશ અને સ્થાનિક રોકાણકારો પરથી સરચાર્જ પાછા લેવા સહિતની જાહેરાતો કરી હતી. નાણાંમંત્રી નિર્મલા સીતારમણે 23 ઓગસ્ટના પણ પ્રેસ કોન્ફરન્સમાં અર્થવ્યવસ્થાથી જોડાયેલા નિર્ણયો કર્યા હતા.

રિયલ એસ્ટેટ માટે

 • સસ્તા ઘર માટે ઇસીબી ગાઈડલાઈનમાં ઢીલ અપાઈ છે. પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળના લોકોને ધિરાણ સરળતાથી ઉપલબ્ધ કરાવાશે. ઢીલ આપવા રિઝર્વ બેન્કની સલાહ લેવાશે.
 • હાઉસિંગ બિલ્ડિંગ એડવાન્સ માટેના વ્યાજદરમાં ઘટાડો કરાશે. તેને સરકારની 10 વર્ષીય જામીનગિરી પર મળનારા વ્યાજ સાથે જોડવામાં આવશે. આથી વધુ ને વધુ કર્મચારીઓ નવુ ઘર ખરીદવા પ્રોત્સાહિત થશે. આ કર્મચારીઓ ઘરોની માગનો ઘણો મોટો હિસ્સો છે.
 • અંતિમ ચરણમાં પહોંચીને અટકી ગયેલા એનપીએ તથા નોનએનસીએલટી હાઉસિંગ પ્રોજેક્ટ માટે સ્પેશિયલ વિન્ડો. તેનો હેતુ વધુને વધુ ઘરોનું નિર્માણ પૂરું કરવું. સરકારની સાથે LIC, ખાનગી બેન્ક અને DFI વગેરે આ ફંડમાં રોકાણ કરશે. આ ફંડનું સંચાલન હાઉસિંગ અને બેન્કિંગ સેક્ટરના પ્રોફેશનલ કરશે.

રિયલ એસ્ટેટની જાહેરાતનું સ્વાગત પણ હજુ ઘણું કરવાનું બાકી
ક્રેડાઈના નેશનલ ચેરમેન જક્ષય શાહે કહ્યું કે સરકારે જે જાહેરાત કરી છે એ મામૂલી છે. તેમને પરિસ્થિતિનો ખ્યાલ નથી. જીડીપીમાં રિયલ એસ્ટેટ સેક્ટરનો બીજો મોટો હિસ્સો છે. લાખો રોજગારી આ સેક્ટર ઊભી કરે છે. અમે હજુ વધુ રાહતની અપેક્ષા રાખતા હતા. વડાપ્રધાનના સ્વપ્ન સમાન પ્રોજેક્ટ 2022 સુધીમાં તમામને મકાન માટે અમે સૌ કાર્યરત છીએ પણ જરૂરી નીતિ સુધારાની જાહેરાત નહીં થાય તો આ એક પડકારજનક હશે.

નિકાસકારો માટે
નિકાસ પર લદાયેલા ટેક્સને રિઇમ્બર્સમેન્ટની નવી યોજના જાન્યુઆરી 2020થી લાગુ પડશે. તેનું નામ રેમિશન ઓફ બ્યુટીશ ઓન ટેક્સેસન ઓફ એક્સપર્ટ પ્રોડક્ટ હશે. તેમાં નિકાસકારોને વધુ રાહત મળશે. સરકાર 50 હજાર કરોડ સુધીની આવક ગુમાવશે. હાલમાં 40થી 45 હજાર કરોડ રૂપિયા સુધીનું રિફંડ અપાઈ રહ્યું છે. નિકાસ માટે મૂડી આપનારી બેન્કોને 17 હજાર કરોડના વાર્ષિક ફાળામાંથી એક્સપોર્ટ ક્રેડિટ ગેરંટી કોર્પમાંથી વધુ વીમો મળશે. આથી વ્યાજદરો સહિત નિકાસ ધિરાણના ખર્ચમાં ઘટાડો થશે. ખાસ કરીને એમએસએમઈ સેક્ટરને ફાયદો થશે.

X

Next Stories

  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી