અમેરિકા / બેન્કની ભૂલને લીધે દંપતીના અકાઉન્ટમાં 86 લાખ રૂપિયા આવી ગયા, બંનેએ 77 લાખ રૂપિયા ખર્ચી દીધા

A bank mistakenly put $120,000 into a couple's account. They spent it, police say

Divyabhaskar.com

Sep 11, 2019, 11:31 AM IST

અમેરિકા: યુએસના પેન્સિલવેનિયા રાજ્યના કપલનો એક ભલભલાને વિચારમાં મૂકી દે તેવો કેસ સામે આવ્યો છે. આ કપલના બેન્ક અકાઉન્ટમાં એક બેન્ક કર્મચારીની ભૂલને લીધે અચાનક 86.29 લાખ રૂપિયા ટ્રાન્સફર થઈ ગયા. કપલે આ વાત કોઈને જાણ કર્યા વગર તેમાંથી 76.90 લાખ રૂપિયા વાપરી દીધા. હાલ તેમનો કેસ કોર્ટમાં ચાલો રહ્યો છે અને બંને ચોરીના આરોપનો સામનો કરી રહ્યા છે.

રોબર્ટ અને ટિફની વિલિયમ્સના કેસની પ્રથમ સુનાવણી સોમવારે થઈ હતી. તે બંનેએ સ્વીકાર્યું કે, બેન્કમાં તેમના ખાતામાં જે પૈસા આવ્યા હતા તે તેમના નહોતાં. આ રૂપિયા તેમણે વાપરી લીધા છે. ટિફનીએ કહ્યું કે, અમે આ રૂપિયામાંથી એક એસયુવી કાર, 2 અન્ય કાર, એક કાર ટ્રેલર ખરીદ્યુ છે. આ ઉપરાંત એક મિત્રને 15 હજાર ડોલર ઉધાર પણ આપ્યા છે.

જો કે આ કપલ બેન્ક સાથે રિપેમેન્ટ એગ્રીમેન્ટ સાઈન કરવા પણ તૈયાર છે. મીડિયામાં આ કપલની લોકો ઘણી મજાક ઊડાવી રહ્યા છે.

X
A bank mistakenly put $120,000 into a couple's account. They spent it, police say
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી