તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

4 વર્ષથી 11 વર્ષની સગીરા સાથે અડપલાં કરનારા 60 વર્ષીય વૃદ્ધને 3 વર્ષની સજા

6 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર
  • સગીરા કાદરશાની નાળમાં ટયૂશન જતી ત્યાં શિક્ષિકાનો પિતા વિકૃત હરકત કરતો હતો
  • 6 વર્ષના કાનૂની જંગ બાદ આખરે સગીરાને ન્યાય મળ્યો

સુરતઃ 6 વર્ષ અગાઉ કાદરશાની નાળમાં 11 વર્ષની દીકરી સાથે અડપલાં કરનારા ટ્યુશન સંચાલિકાના આરોપી પિતાને સોમવારે એડિશનલ સેશન્સ જજ પી.એસ. કાલાની કોર્ટે 3 વર્ષની સજા અને એક હજારના દંડનો હુકમ કર્યો હતો. કાદરશાની નાળમાં ચાલતા પ્રાઇવેટ ટયુશનમાં પીડિતા માટે જતી હતી. ટયુશન ટીચરને ત્યાં તેની માતા અને આરોપી પિતા રફીક શેખ રહેતા હતા. ટીચર અને આરોપીની પત્ની કામ માટે બહાર જાય તો આરોપી પીડિતાની છેડતી કરતો. આ સિલસિલો 4 વર્ષથી ચાલતો હોવાનું તપાસમાં સામે આવ્યું હતું. જેની જાણ પીડિતાએ આરોપીની પત્ની અને ટયુશન ટીચરને પણ કરી હતી. એક દિવસ  સગીરાએ છેડતી અંગે ઘરમાં જાણ કરી હતી. જેથી ગુનો નોંધાવવામાં આવ્યો હતો. એપીપી દિગંત તેવારની દલીલો બાદ કોર્ટે આરોપીને ત્રણ વર્ષની સજાનો હુકમ કર્યો હતો. 

દીકરી-પત્નીને આરોપી તરીકે જોડવાની અરજી નામંજૂર
દીકરી અને પત્ની કામમાં વ્યસ્ત હોય ત્યારે જ આરોપી છેડતી કરતો હતો. એપીપી દિગંત તેવારે આરોપીની દીકરી અને પત્નીને કેસમાં આરોપી તરીકે જોડવાની અરજી કરી હતી જે કોર્ટે નામંજૂર કરી હતી. 

સગીરાની હિંમતને દાદ આપવી પડે: વકીલ
એપીપી દિગંત તેવારે કહ્યું કે, આ કેસમાં બાળકીએ મક્કમતાપૂર્વકની જુબાની આપી હતી. તેની હિમ્મતને દાદ આપવી પડે.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે ધૈર્ય અને વિવેકનો ઉપયોગ કરીનો કોઇપણ સમસ્યાનો ઉકેલ લાવવામાં સક્ષમ રહેશો. આર્થિક પક્ષ પહેલાંથી વધારે સુદઢ સ્થિતિમાં રહેશે. પરિવારના લોકોની નાની-મોટી જરૂરિયાતોનું ધ્યાન રાખવાથી તમને સુખ...

વધુ વાંચો