તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત:ડુંગરામાં ટ્રકની અડફેટે 5 વર્ષના બાળકનું મોત થયું

વાપી5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગંભીર ઇજાથી સિવિલમાં ખસેડાયો હતો

વાપી ડુંગરામાં ટ્રકની અડફેટમાં એક 5 વર્ષીય બાળક આવી જતા ગંભીર હાલતમાં તે વાપીની ખાનગી હોસ્પિટલ બાદ વલસાડ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં સારવાર દરમિયાન મોડી રાત્રે દમ તોડી દેતા આ અંગે ડુંગરા પોલીસમાં ફરિયાદ નોંધાવાઇ હતી. વાપીના ડુંગરા ખાતે કરવડ નુરકાંટા ગીરીભાઇની ચાલીમાં રહેતા સમીર સોકત અલીએ રવિવારે ડુંગરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી કે, તેમના પાડોશમાં રહેતા મોહમદ કલીમ ડ્રાઇવિંગની નોકરી કરતા હોય કામ અર્થે કલકત્તા ગયા હતા.

શનિવારે ટ્રક નં.જીજે-15-એક્સએક્સ-2139નો ચાલક મોહમદ અફઝલ ખાન રહે.વાપી ઇમરાન નગરએ પોતાની ગાડી પૂરઝડપે હંકારતા મોહમદ કલીમનો 5 વર્ષીય પુત્ર ટ્રકની અડફેટમાં આવી ગયો હતો. જેથી તાત્કાલિક તેને વાપીની જીવનદીપ હોસ્પિટલ બાદ હરિયા હોસ્પિટલ લઇ જવાયા હતા. જ્યાંથી વલસાડ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરતા સારવાર દરમિયાન મોડી રાત્રે તેણે દમ તોડી દીધો હતો. આ અંગે આરોપી ચાલક સામે ડુંગરા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- થોડાં મહત્ત્વપૂર્ણ નવા સંપર્ક સ્થાપિત થશે જે ખૂબ જ લાભદાય રહેશે. તમારા ભવિષ્યને લગતી યોજનાઓને શરૂ કરવા માટે યોગ્ય સમય છે. શુભ કામ પણ સંપન્ન થશે. નેગેટિવઃ- વ્યક્તિગત સ્વાર્થના કારણે ખટાસ આ...

વધુ વાંચો