તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વ્યસનમુકિતનું અભિયાન:મિત્રનું ડ્રગ્સથી મોત થયા બાદ યુવાનની વ્યસનમુકિત માટે 4500 કિ.મી સાયકલ યાત્રા

વાપી2 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બદ્રીનાથથી કન્યાકુુમારી જવા નિકળેલા સાયકલ યાત્રીનુું વાપીમાં સ્વાગત

વ્યસનના કારણે અનેક પરિવારો બરબાદ થઇ રહ્યાં છે. વ્યસનમુકિતના અભિયાનો છતાં પણ લોકો વ્યસન છોડતા નથી. ત્યારે બદ્રીનાથના 35 વષિય યુવાનના મિત્રનું ડ્રગ્સના કારણે મોત થતાં તે આઘાતમાં સરી પડયો હતો. અન્ય લોકો વ્યસનના કારણે મોતને ન ભેટે તે માટે આ યુવાને બદ્રીનાથથી કન્યાકુમારી સુધી 4500 કિ.મી સાયકલ યાત્રાના માધ્યમથી વ્યસનમુકિતનું અભિયાન હાથ ધર્યુ છે. વાપી શહેરમાં સાયકલયાત્રીનું સ્વાગત કરાયુ હતું.બદ્રીનાથ ખાતે રહેતાં સોમેશ પવાર (ઉ.વ.35)નો એક મિત્ર ડ્રગ્સના રવાડે ચઢી ગયો હતો. વધારે પડતાં ડ્રગ્સના વ્યસનના કારણે આખરે તેનું મોત નિપજયુ હતું.વ્યસનથી મિત્રના મોતના કારણે સોમેશ પવાર આઘાતમાં સરી પડયો હતો. મિત્રના મોત વચ્ચે તેમને યુવાધાનને વ્યસનથી દુર રાખવા કાંઇ કરી છૂટવાની ભાવના જાગી હતી. યુવાનને સમગ્ર ભારતમાં સાયકલ પર જઇ વ્યસન મુકિતનું અભિયાન ચલાવાનો નિર્ણય કર્યો હતો.

બદ્રીનાથથી કન્યાકુમારી 4500 કિ.મી. સુધી સાઇકલ પર જઇ રહેલા સોમેશ પવારનું વાપી સરકીટ હાઉસ ખાતે સ્વાગત કરવામાં આવ્યુ હતું. જેમાં વાપી પાલિકાનાં પ્રમુખ વિઠૃલ પટેલ,વાપી ભાજપ શહેર સંગઠનનાં પ્રમુખ સતીશ પટેલ,ઓ.પી.મિશ્રા વગેરે ઉપસ્થિત રહયા હતાં.સમગ્ર કાર્યક્રમનું આયોજન રોહિત મિશ્રા તેમજ તેમની ટીમ દ્રારા કરાયું હતું.સમગ્ર ભારતમાં વ્યસન મુકિત થાય અને સાઇકલીંગ પ્રત્યે લોકોને રૂચિ નિર્માણ થાય જેને લઇ લોકોનું આરોગ્ય સારુ રહે તેવા હેતુથી સાઇકલ દ્રારા પ્રવાસ કરી રહ્યો હોવાનું યુવાને જણાવ્યુ હતું.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પરિસ્થિતિ તથા સમયમાં તાલમેલ રાખીને કામ કરવામાં સક્ષમ રહેશો. માતા-પિતા તથા વડીલો પ્રત્યે મનમાં સેવાભાવ જળવાયેલો રહેશે. વિદ્યાર્થી તથા યુવાઓ પોતાના અભ્યાસ તથા કરિયર પ્રત્યે સંપૂર્ણ રીતે ફોકસ ર...

વધુ વાંચો